અમદાવાદ: ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા અને રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સિસ્ટમને લીધે ગુજરાતમાં લઘુતમ તાપમાનનો પારો 7 ડિગ્રી જેટલો ગગડ્યો હતો જેના કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં એક જ રાતમાં લઘુતમ તાપમાન 10.9 ડિગ્રી ગગડીને માઈનસ 2.4 ડિગ્રી પહોંચ્યો હતો જ્યારે કચ્છના નલિયામાં 7 ડિગ્રી ગગડીને 3.3 ડિગ્રીએ પહોંચ્યું હતું. આમ ગુરૂવારનો દિવસ ગુજરાતમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો.
આ પહેલાં ગત 29મી ડિસેમ્બરે નલિયામાં લઘુતમ તાપમાન 3.6 ડિગ્રી નોંધાયું હતું જે ગુરુવારે 3.3 ડિગ્રી નોધાયું છે. મહત્વનું છે કે, બુધવારે નલિયાનું લઘુતમ તાપમાન 10 ડિગ્રી હતું જેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જ્યારે માઉન્ટ આબુમાં લઘુતમ તાપમાન 8.5 ડિગ્રી નોંધાયું હતું. જે ઘટીને માઈનસ 2.4 ડિગ્રી થઈ ગયું છે. ઉત્તર-પૂર્વથી ઉત્તરના ઠંડા પવનનું જોર વધતાં સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો ગગડ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પવનની દિશામાં ફેરફાર અને રાજસ્થાન-વેસ્ટનાં વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. એક સપ્તાહ સુધી રાજ્યના તાપમાનમાં ફેરફાર જોવા મળશે. ભેજનું પ્રમાણ ઓછું થતાં ઠંડીમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં 10 ડિગ્રી, નલિયામાં 3 ડિગ્રી, ડીસામાં 8 ડિગ્રી, વડોદરામાં 10 ડિગ્રી, સુરતમાં 13 ડિગ્રી, ભાવનગરમાં 13 ડિગ્રી, રાજકોટમાં 9 ડિગ્રી, પોરબંદરમાં 12 ડિગ્રી અને ભુજમાં 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન જોવા મળ્યું હતું.
દેશના પશ્ચિમી હિમાલય તેમજ તેને અડીને આવેલા પહાડી રાજ્યોમાં ચાલી રહેલા ભારે હિમવર્ષાની વચ્ચે ઉત્તર પૂર્વના સીધા પવનને કારણે સમગ્ર ગુજરાતમાં કોલ્ડ વેવની સ્થિતિ જોવા મળી છે.
દક્ષિણ ગુજરાતમાં પણ આગાહી પ્રમાણે, તાપમાનમાં ઘટાડો થતાં બુધવારે રાતે સુરતમાં પારો સિઝનમાં પહેલી વખત ગગડીને 12.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. મંગળવાર રાતે 18 ડિગ્રીના તાપમાન બાદ ગત રાત્રે 24 કલાકમાં સીધો પાંચ ડિગ્રીનો ઘટાડો જોવા મળતાં સુરતમાં અચાનક ઠંડી અનુભવાઈ હતી.
કાતિલ ઠંડી: એક જ રાતમાં 11 ડિગ્રી પારો ગગડીને માઉન્ડ આબુમાં - 2.4 ડિગ્રી તાપમાન
abpasmita.in
Updated at:
10 Jan 2020 09:30 AM (IST)
ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં એક જ રાતમાં લઘુતમ તાપમાન 10.9 ડિગ્રી ગગડીને માઈનસ 2.4 ડિગ્રી પહોંચ્યો હતો. કચ્છના નલિયામાં 7 ડિગ્રી ગગડીને 3.3 ડિગ્રીએ પહોંચ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -