રાષ્ટ્રગીત વાગે ત્યારે ઉભા થવામાં શરમ શેની ? અમેરિકનો પાસેથી શીખો, જાણો કોઈ હોટ એક્ટ્રેસે કહ્યું
દેશના લોકો મુસીબતમાં હોય તે દરમિયાન ‘અમે એક કલાકાર છીએ’ તેમ કહેવું આપણા હૃદયમાં વતન પ્રત્યે પ્રેમ ન હોવાનું દર્શાવે છે.
તેણે વધુમાં કહ્યું કે, હું 21મા સદીની મોર્ડન મહિલા છું. દેશ સાથે સંકળાયેલી કોઈપણ ચીજમાં તે હિસ્સો લેશે અને હંમેશા દેશના પક્ષમાં ઉભી રહીશ.
મુંબઈઃ બોલીવુડની ક્વીન કંગના રનૌતે સિનેમાઘરમાં રાષ્ટ્રગીત વાગે ત્યારે ઉભા ન થવા અંગે તેનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત કંગનાએ દેશની સ્વચ્છતા અને પાકિસ્તાની કલાકારો અંગે પણ વાત કરી હતી.
પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરવા અંગે કંગનાએ કહ્યું, તેમાં કંઈ ખોટું નથી. પરંતુ જ્યારે આપણો દેશ સંકટમાં હોય અને લોકો પીડા ભોગવતા હોય ત્યારે આ યોગ્ય નથી.
કંગનાએ દેશના યુવાનોના દેશ પ્રત્યે ખરાબ વ્યવહારને લઈ પણ નારાજગી વ્યક્ત કરી, તેણે કહ્યું લોકોને કારણ વગર ખોટું કહેવા ટેવાઇ ગયા છે. જો દેશ ગંદો હોય તો શું તેઓ દેશના મહેમાન છે. તેઓ પણ દેશના નાગરિક છે અને દેશને સાફ કરવામાં તેમનો સહયોગ આપવો તે પણ યુવાઓની જવાબદારી છે.
કંગનાએ રાઇઝિંગ ઈન્ડિયન સમટિમાં કહ્યું કે, જ્યારે અમેરિકન લોકોને તેમના રાષ્ટ્રગીત પર ઉભા થવામાં કોઈ સંકોચ થતો નથી તો આપણને ભારતીયોને આમા કેમ શરમ આવે છે. આપણે અમેરિકનો પાસેથી સારી વાત શીખવી જોઈએ.