કંગના રનૌતે ક્યા ડિરેક્ટર વિશે કહ્યું, તેને રોજ રાત્રે સેક્સ માણવા માટે નવી છોકરી જોઈએ છે, જાણો વિગત
કંગનાએ કહ્યું હતું કે, વિકાસ મને કહેતો હતો કે મને તારી ખુશ્બુ બહુ ગમે છે. હું તે મહીલાની વાતથી એકમત છું. મેં તેની થોડા દિવસ પહેલા જ મદદ કરી હતી. હું પહેલાના મારા ઇન્ટરવ્યૂમાં પણ આ અંગે વાત કરી ચુકી છું. મને હતું કે આ વાત આગળ જશે પરંતુ તેવું ન થયું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવધુમાં કંગનાએ કહ્યું હતું કે, તે મને કહેતા હતા કે હું કૂલ નથી અને મને એન્જોય કરતા આવડતું નથી. આવું કહીને મને નીચું બતાવવામાં આવતું હતું. અમે જ્યારે પણ ક્યાંય મળતા હતાં તે મારી ડોક પર પોતાનો ચહેરો મુકતો હતો અને મને જોરથી પકડતો અને મારા વાળને સુંઘતો હતો. મને તેને દૂર કરવા ઘણું જોર લગાવવું પડતું હતુ. હવે આ બધી વસ્તુઓ વિચારીને પણ ગુસ્સો આવે છે. પરંતુ તે વખતે મેં મારી જાતને સંભાળી લીધી હતી.
કંગનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હું એ મહિલાની વાતથી એકમત છું. 2014માં ‘ક્વીન’ ફિલ્મની શૂટિંગ કરી રહ્યાં હતાં તે દરમિયાન વિકાસના લગ્ન થઈ ગયા હતા તે છતાં પણ બહલ મારી સામે કહેતા હતા કે, તે રોજેરોજ એક નવી છોકરી સાથે યૌન સંબંધ બાંધે છે. હું લોકો કે તેમના લગ્નને જજ નથી કરતી પરંતુ લત બીમારી બની જાય છે તો સમસ્ચા થાય છે.
આ મહિલાનો આરોપ હતો કે, ગોવા ટ્રિપ દરમિયાન બહલે તેની સાથે અનુચિત વ્યવહાર કર્યો હતો. જે પછી ફિલ્મ મેકર હંસલ મહેતા અને અપૂર્વ અસરાનીએ વિકાસ બહલની કડક શબ્દોમાં નિંદા પણ કરી હતી.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત દ્વારા ફિલ્મ નિર્દેશક વિકાસ બહલ પર જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. કંગનાએ કહ્યું હતું કે, ‘ક્વીન’ ફિલ્મના નિર્દેશક વિકાસે ઘણી વખત મારી સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. આ પહેલા વિકાસ બહલ પર ફેન્ટમ ફિલ્મના પ્રોડક્શ હાઉસની એક મહિલા કર્મચારીએ પણ છેડતીનો આરોપ લગાવ્યો હતો. જે મહિલાએ ફરીથી વિકાસ પર આરોપ લગાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -