અહેવાલ અનુસાર આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે. ફિલ્મની સ્ક્રિપ્ટના લેખક વિજેન્દ્ર છે કે જેણે બાહુબલી સીરીઝનું લખાણ કર્યું છે. ફિલ્મ “અપરાજીત અયોધ્યા”ને લઈ કંગનાએ કહ્યુ કે, રામ મંદિર વર્ષોથી ચર્ચામાં છે. જેની કહાની હું સાંભળીને મોટી થઈ છું. હવે રામ મંદિર પર આવેલાં ઐતિહાસિક નિર્ણયે વર્ષોથી ચાલી રહેલાં વિવાદને ખતમ કરી દીધો છે.
કંગનાએ આગળ કહ્યું કે, અપરાજીત અયોધ્યાની આ યાત્રાને જે વસ્તુ અલગ બનાવે છે. તે છે નાસ્તિકનું આસ્તિક બનવાની યાત્રા. ક્યાકને ક્યાંક તે મારી સફરનો પણ અંદાજો અપાવશે. મે નક્કી કર્યુ છે કે તે મારા પહેલાં પ્રોડક્શન માટે સરસ વિષય રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ સિવાય કંગના રનૌતની જયલલિતાની બાયોપિક ફિલ્મ થલાઈવી ફિલ્મ પણ આવતા વર્ષે 26 જૂને રિલીઝ થવાની છે. હાલમાં જ ફિલ્મમાં કંગનાનો લુક રિવીલ થયો હતો. જેને જોઈને લોકો તેને ઓળખી શકતાં ન હતા.