ગાંધીનગર: ગુજરાતના આંગણે વિરામ બાદ ફરી એકવાર વરસાદે એન્ટ્રી કરી છે જેને લઈને ખેડૂતોમાં ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 11 અને 12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના છે. જોકે 12 તારીખે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં વરસાદનું જોર વધશે તેવું લાગી રહ્યું છે. મહત્વની વાત એ છે કે, રાજ્યમાં અત્યાર સુધી 121 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, 11 અને 12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના છે. જોકે 12 તારીખે વરસાદનું જોર વધશે. મહત્વની વાત એ છે કે, આગામી બે દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં છુટો છવાયો અને ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. 11 અને 12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. 12 તારીખે કેટલાક વિસ્તારમાં વધુ ભારે વરસાદ આવી શકે છે. હાલ માછીમારો માટે કોઈ ચેતવણી આપવામાં આવી નથી. 30 સપ્ટેમ્બર સુધી ચોમાસુ ચાલુ રહેશે.
ગુજરાતમાં પડેલા સાર્વત્રિક વરસાદના પગલે રાજ્યના 94 તાલુકાઓમાં સિઝનનો 40 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો હતો. જેમાં 103 ડેમ 100 ટકા કરતા વધુ ભરાયા હતા. આ વખતે જોકે સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં થયો તેની વાત કરીએ તો કચ્છમાં 251.66 ટકા વરસાદ નોંધાયો હતો.
11 અને 12 સપ્ટેમ્બરે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદ તુટી પડશે? હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Sep 2020 06:24 AM (IST)
હવામાન વિભાગે આગાહી કરી છે કે, 11 અને 12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના છે. જોકે 12 તારીખે વરસાદનું જોર વધશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -