ઈડીએ ગત વર્ષે ચંદા કોચર, તેના પતિ દીપક કોચર, વીડિયોકોન સમૂહના વેણુગોપાલ ઘૂત અને અન્ય સામે આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા વીડિયોકોન સમૂહને 1,875 કરોડ રૂપિયા લોન મંજુર કરવાના કેસમાં કથિત ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારની તપાસ માટે પીએમએલએ હેઠળ કેસ દાખલ કરાયો હતો.
સીબીઆઈની ફરિયાદના આધાર પર ઈડીએ કાર્યવાહી કરી હતી. સીબીઆઈએ આ મામલે ચંદા કોચર, દીપક કોચર અને ધૂતની કંપનીઓ- વીડિયોકોન ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (વીઆઇએલ) અને વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (વીઆઇએલ) વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
સીબીઆઈ એફઆઈઆરમાં સુપ્રીમ એનર્જી અને દિપક કોચર દ્વારા નિયંત્રિત ન્યુ પાવર રિન્યુએબલ્સનું નામ પણ છે. સુપ્રીમ એનર્જીની સ્થાપના ધૂત દ્વારા કરવામાં આવી હતી.
આઈસીઆઈસીઆઈ બેંકે વીડિયોકોન જૂથને કરોડો રૂપિયાની લોન આપી હતી. આ લોન અંગે વિવાદ થયો હતો. વિવાદ ઉભો થયા પછી, તપાસ જસ્ટિસ શ્રીકૃષ્ણ સમિતિને સોંપવામાં આવી હતી, જેમાં ધિરાણ પ્રક્રિયાને યોગ્ય ઠેરવવામાં નહોતી આવી.