બૉલીવુડની ક્વિને કાન્સમાં રેટ્રૉ લૂકમાં કર્યું ડેબ્યૂ, તસવીરો જોઇને તમે પણ કહેશો Wow
ફિલ્મોની વાત કરીએ તો કંગના બહુ જલ્દી 'મણિકર્ણિકા: ધ ક્વિન ઓફ ઝાંસી'માં જોવા મળશે. આ ઉપરાંત કંગના 'મેન્ટલ હૈ ક્યાં'નું શૂટિંગ પણ કરી ચૂકી છે.
8 મેએ કંગના સોનમ કપૂરના રિસેપ્શનમાં પહોંચી હતી, ત્યારબાદ કાલે જ કંગના કાન્સ ફેસ્ટિવલ માટે રવાના થઇ. કાલે એરપોર્ટ પર કંગના બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી.
કંગનાએ ત્યાં પૈપરાજીને કંઇક આ અંદાજમાં પૉઝ આપ્યો હતો. આ તસવીર કંગનાની ટીમે સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરી છે.
ફિલ્મોમાં મહિલાઓની ભૂમિકા પર કંગના વાત કરતી પણ જોવા મળશે.
કાન્સમાં કંગના ત્રણ દિવસ માટે છે, આજે કંગના અહીં રેડ કાર્પેટ પર વૉક કરતી પણ દેખાશે.
કંગના રનૌતનો આ રેટ્રો લૂક ફેન્સને ખુબજ ગમ્યો હતો.
કાન્સ ફેસ્ટિવલમાં કાલે પેવેલિયનમાં કંગના બૉલીવુડ અને ફિલ્મોને લઇને પ્રસૂન જોશી સાથે વાતચીત કરતી જોવા મળી.
કંગનાની આ સાડી ‘Aakash-tara’ એડિશનની છે. આ ખાસ કરીને જરદોસી ટેકનિકથી બનાવવામાં આવી છે.
મુંબઇઃ બૉલીવુડની ક્વિન કંગના રનૌતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શાનદાર ડેબ્યૂ કર્યુ છે. કાલે કંગના કાન્સ ફિ્લમ ફેસ્ટિવલમાં જોવા મળી અને પોતાના રેટ્રો લૂકમાં સૌનો દિલ જીતી લીધું. કંગનાની તસવીરો જોઇને તમને પણ કહેશો WOW.