અમદાવાદઃ મલ્ટિ-વર્સ ટેક્નૉલૉજીઝ પ્રા. લિ.એ મોટા પાયાના ટેક્નૉલૉજી સ્ટેક્સ, ડેટા સિક્યોરિટી અને ગુપ્તતા જાળવી કુશળતાપૂર્વક પ્રસાર કરવામાં માહેર એવી Nxtgen ટેક્નૉલૉજીના સહકાર સાથે પોતાના પહેલા સામાજિક સાહસ in:collabના લૉન્ચની જાહેરાત કરી છે. નાગરિકો હવે ઍન્ડ-ટુઍન્ડ ઍનક્રિપ્ટેડ સિસ્ટમ પર આપસમાં, એન્ટરપ્રાઈઝીસ અને સરકારો સાથે શોધવું, રચવું, કનૅક્ટ થવું, સંવાદ સાધવો અને લેવડ-દેવડના વહેવારો કરી શકશે. કંપની મલ્ટિ-વર્સ ટેક્નૉલૉજીસની સ્થાપના એઆઈ અને કૉમ્પ્યુટર વિઝન જેવી વિવિધ અદ્યતન ટેક્નૉલૉજીના યુઝ-કેસીસને અમલમાં મૂકવા માટે કરવામાં આવી હતી. કંપનીએ આજે તેની બીટા-ઍપ્લિકેશન સામાન્ય ડાઉનલૉડ અને ઉપયોગ માટે રજૂ કરી છે. ટેક્નૉલૉજી વિશ્વમાં નાગરિકો નિયંત્રણને ફરીથી પોતાના હાથમાં લઈ શકે, મહત્વની વ્યક્તિગત માહિતી શૅર કર્યા વિના અને ડેટા ઉલ્લંઘનના ભય વિના વિકેન્દ્રિત પીયર-ટુ-પીયર અથવા વ્યક્તિ-થી-સમુદાય સહકારને શક્ય બનાવવાની ઇચ્છામાંથી તેનો જન્મ થયો છે. અનેક સોશિયલ મિડિયા ઍપ્લિકેશન્સની ખામીઓ અને કમીઓને in:collab નિવારી શકી છે.
વ્યક્તિગત સહભાગ સ્વૈચ્છિક હોય છે, જ્યાં વાણી સ્વાતંત્ર્ય, ગુપ્તતા અને સુરક્ષાપૂર્ણ નિર્વિવાદના ડિજિટલ હક્કો અમે ધરાવીએ છીએ. સોશિયલ મિડિયાના આ સેન્ટ્રલાઈઝ્ડ અને માલિકીના માળખાએ ડિજિટલ સામ્રાજ્યો ઊભાં કર્યાં છે. in:collabએ સોશિયલ મિડિયાનું વિઘટન ડીસેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમમાં કર્યું છે, જેની રચના તેને નાગરિકોને સુરક્ષા અને ગુપ્તતા આપવા સમર્થ બનાવે છે. નાગરિકો દ્વારા નિર્મિત સામગ્રીનું કોઈ સેન્ટ્રલાઈઝ્ડ સ્ટોરેજ થતું ન હોવાથી, વપરાશકર્તાઓના વર્તન પર પ્રભાવ પાડવાનું કે તેનું વિશ્લેષણ કરવાની કોઈ શક્યતા રહેતી નથી. વધુમાં જણાવીએ તો, in:collab વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત સિક્યોરિટી ટેક્નૉલૉજી વૅન્ડર્સ પાસેથી સ્રોતોને એકત્ર કરશે જેથી ઍપ્લિકેશન સિસ્ટમ માટે સંરક્ષણની ખાતરી રહે. આમ છતાં સુરક્ષાનું ક્ષેત્ર સતત પરિવર્તનશીલ છે. ડિજિટલ સુરક્ષાને વધુ દૃઢ બનાવવા, મલ્ટિવર્સ ટેક્નૉલૉજીસે 24x7 કન્ટેન્ટ ઍન્ડ ઍપ્લિકેશન મૉનિટરિંગ તથા ઈન્સિડન્ટ રિસ્પૉન્સ ટીમ કાર્યાન્વિત કરી છે, આ બે બાબતો પહેલેથી જ ભારતમાં અનેક સંસ્થાઓને અસરકારક અને કાર્યક્ષમ સુરક્ષા પૂરી પાડી રહી છે.
વૈશ્વિક નાગરિકો માટે સોશિયલ મિડિયા ઈન્ટરનેટ સમાન વરદાન છે. આપણે સૌ જુદા-જુદા વાતાવરણમાં અલગ-અલગ રીતે વર્તીએ છીએ, માતા/ પિતા, પુત્ર/પુત્રી તરીકે, મિત્ર તરીકે, કામના સ્થળે સહ-કર્મચારી તરીકે આપણને જે-તે વાતાવરણમાં યોગ્ય લાગે તેવા આપણા વ્યક્તિત્વના વિવિધ પાસાં પ્રદર્શિત કરતા હોઈએ છીએ. in:collab વિઘટિત થયેલા એક કરતાં વધુ વ્યક્તિત્વને એક સોશિયલ મિડિયા ઍપ્લિકેશનમાં લાવવા સમર્થ બનાવે છે. આ ઍપ્લિકેશન સમાન વિચારધારા ધરાવતા વિવિધ ચોક્કસ રચવામાં આવેલા વ્યક્તિત્વના જોડાણને શક્ય બનાવે છે, તેની રચના એક મુખ્ય ઍકાઉન્ટ દ્વારા મોકલવામાં આવતી માહિતી પરના સંપૂર્ણ નિયંત્રણ માટે કરવામાં આવી છે. આ 'પર્સોના' ફીચર (જેની પૅટન્ટ પૅન્ડિંગ છે) એ in:collabની અનન્ય વિશિષ્ટતા છે, જે એક પ્રમાણિત વપરાશકર્તા અંતર્ગત એક કરતાં વધુ પ્રોફાઈલ રચવામાં નાગરિકની મદદ કરે છે. દરેક પર્સોના નાગરિકને એ ચોક્કસ ગ્રુપ માટે સુસંગત હોય એવી વ્યક્તિગત સામગ્રી અને સંભાષણ રચવાની છૂટ આપે છે, જેમ કે સામાન્ય ઉપયોગ માટે પબ્લિક પર્સોના, મિત્રો અને પરિવાર માટે એક કરતાં વધુ પર્સનલ પર્સોના, વ્યાવસાયિક સાથીઓ માટે વર્ક પર્સોના, સમુદાય અને રસ/શોખના વિષયોના ગ્રુપ માટે સર્કલ્સ પર્સોના ઉપરાંત લાઈવ-લોકલ પર્સોના, તેમ જ સ્થાનિક વ્યવસાયો અને દુકાનો સાથે સંકળાવા માટે જીયો-લોકલ પ્રોફાઈલ. તેનું સમજદાર યુઆઈ પર્સોનામાં આપસમાં એકીકૃત, સુરક્ષિત ડેટા શૅરિંગ સાથે વિડિયો અને વૉઈસ ડેટાનો સમાવેશ ધરાવતા મલ્ટિ-મિડિયા સપૉર્ટનું ઈન-ઍપ ઈન્ટિગ્રેશન ઉપયોગ કરવામાં આસાન છે.
સર્કલ્સ, પબ્લિક અને લાઈવ-લોકલ વિવિધ સ્થળના વ્યવસાયો અને લોકો વચ્ચેના સહકારની છૂટ આપે છે. નિકટતા સંચાલિત પર્સોના, લાઈવ-લોકલ ખાસ નાના તથા સ્થાનિક વ્યવસાયો માટે છે, જે તેમને પ્રસિદ્ધ અને જાણીતા ગ્લૉબલ ઍન્ટરપ્રાઈઝની જેમ જ સમાન તકો સાથે પહોંચનું મંચ પૂરું પાડે છે. સર્કલ્સ પર્સોના વપરાશકર્તાને ઍપ્લિકેશન પર ચર્ચા અને કામગીરી માટે સક્રિયપણે ગ્રુપ્સ અને કૉમ્યુનિટી રચવા, તેમાં સહભાગ લેવા અને શોધવાની છૂટ આપે છે. અત્યારના અનિશ્ચિતતાભર્યા અને સામાજિક રીતે અંતર જાળવવાના કાળમાં સમાન રસની બાબતો શૅર કરતા અન્યો સાથે તથા સ્થાનિક વ્યવસાયોને વ્યક્તિઓ સાથે જોડતો આ એક આકર્ષક ડિજિટલ આધાર છે.
સુરક્ષિત નેટવર્કિંગ માટે લોન્ચ થઈ પાવર હાઉસ નેટવર્ક એપ્લિકેશન, જાણો કેવા છે ફીચર્સ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Aug 2020 05:37 PM (IST)
વ્યક્તિગત માહિતી શૅર કર્યા વિના અને ડેટા ઉલ્લંઘનના ભય વિના વિકેન્દ્રિત પીયર-ટુ-પીયર અથવા વ્યક્તિ-થી-સમુદાય સહકારને શક્ય બનાવવાની ઇચ્છામાંથી એપ્લિકેશનનો જન્મ થયો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -