PM મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બોલીવૂડના આ સ્ટાર્સ પણ થયા સામેલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 May 2019 04:40 PM (IST)
લોકસભા ચૂંટણી 2019ના પરિણામમાં પ્રચંડ જીત બાદ નરેંદ્ર મોદી બુધવારે સાંજે 7 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં બીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા હતા. પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બોલીવૂડ કલાકારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના પરિણામમાં પ્રચંડ જીત બાદ નરેંદ્ર મોદી બુધવારે સાંજે 7 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં બીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા હતા.સાથે 58 મંત્રીમંડળના સભ્યોએ પણ શપથ લીધા હતા. શપથ સમારોહમાં સુશાંત સિંહ રાજપૂત, શાહિદ કપૂર, મીરા રાજપૂત, કંગના, રજનીકાંત, અનુપમ ખેર સહિતના બોલિવૂડ હસ્તિઓ હાજર રહી હતી. તે સિવાય બોની કપૂર, રાજ કુમાર હિરાણી, સિદ્ધાર્થ રોય કપૂર, કપિલ શર્મા, કૈલાશ ખેર સહિતના કલાકારો હાજર રહ્યાં હતા. શપથ સમારોહમાં ભાગ લેનારા કરણ જોહરે અન્ય સ્ટાર્સ સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી હતી.