નવી દિલ્હીઃ મહાન ભારતીય ક્રિકેટ સચિન તેંડુલકર આજથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થવા જઈ રહેલ વર્લ્ડ કપમાં પ્રથમ વખત કોમેન્ટ્રી કરશે. તેંડુલકર લંડનના ઓવલ મેદાન પર દક્ષિણ આફ્રીકા અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાનાર ટૂર્નામેન્ટના પ્રથમ મેચમાં કોમેન્ટ્રી કરતાં જોવા મળશે. આજે વર્લ્ડ કપના પ્રથમ મેચની શરૂઆત થશે.
ગુરુવારનાં રોજ ઇગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ઓવલમાં રમાનારી ઓપનીંગ મેચમાં સચિન તેંડુલકર કોમેન્ટ્રી આપશે. સચિન તેંડુલકર ફિલિપ્સ હ્યુ સાથે કોમેન્ટ્રી બોક્સમાં જોવા મળશે. સ્ટાર સ્પોર્ટસ્ નેટવર્ક પર તેને સાંભળી શકાશે. સચિનની સાથે એવા કોમેન્ટેટર હશે જેમની સાથે તેંડુલકર ભૂતકાળમાં રમી ચૂક્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,સચિન તેંડુલકર વર્લ્ડકપમાં ઘણા રેકોર્ડ ધરાવે છે. સચિન છ વર્લ્ડકપ રમ્યો છે અને તેણે 2,278 રન બનાવ્યા છે. તેણે 2003નાં વર્લ્ડકપમાં સૌથી વધારે એટલે કે 673 રન બનાવ્યા છે તે પણ એક રેકોર્ડ છે. આ વર્લડકપમાં ભારતની પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે 5 જૂનનાં રોજ છે.