જોકે હાલમાં શોપિંગ કોમ્પલેક્સ અને મોલ વગેરે ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. આશા છે કે આ આદેશને કારણે દેશમાં આજથી વ્યાવસાયિક ગતિવિધિઓને ગતિ મળશે.
જોકે, આ છૂટમાં મોટી અને સિંગલ બ્રાન્ડની મોલવાળી દુકાનો સામેલ નથી. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ એક આદેશમાં કહ્યું કે, નગરપાલિકા વિસ્તારમાં અને તેની નજીકમાં આવેલ તમામ સિંગલ દુકાનોને બંધ દરમિયાન ખોલવાની મંજૂરી હશે. જોકે, નગર નિગમના વિસ્તારમાં શોપિંગ કોમ્પલેક્સ કે મોલ ત્રણ મે સુધી બંધ રહેશે. આ છૂટ સંક્રમણથી અતિ પ્રભાવિત વિસ્તારમાં આપવામાં નથી આવી.
ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દુકાન અને પ્રતિષ્ઠાન અધિનિયમ અંતર્ગત રજિસ્ટર્ડ દુકાનોને 50 ટકા સ્ટાફ સાથે ખોલવાની મંજૂરી આપી છે. સાથે જ કહ્યું છે કે, આવી દુકાનોને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી સાવચેતીઓનું પાલન કરવાનું રહેશે. MHA તરફથી કહેવામાં આવ્યું છે કે, આ આદેશ કન્ટેનમેન્ટ ઝોમાં લાગુ નહીં થાય.
જણાવીએ કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગઈકાલે કહ્યું હતું કે, દેશમાં કોરોનાના કેસ વધીને 23,452 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 1752 નવા કેસ આવ્યા અને 37 લોકોના મોત થયા. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 723 લોકોના મોત થયા છે અને 4814 દર્દી ઠીક થયા છે.