કનિકા કપૂરનો રીપોર્ટ બીજી વાર કરવો પડ્યો તેનું કારણ ખોટી વિગતો હતી. કનિકાનો પહેલી વાર ટેસ્ટ કરાયો ત્યારે પણ કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે આ અંગેના રીપોર્ટમાં કનિકાને સ્ત્રીના બદલે પુરૂષ દર્શાવાઈ હતી જ્યારે તેની ઉંમર 28 વર્ષ દર્શાવાઈ હતી. કનિકાની વય 41 વર્ષ છે ને તેણે આ જ ઉંમર કહી હોવા છતાં રીપોર્ટમાં 28 વર્ષ દર્શાવાઈ હતી.
આમ વિગતોમાં ફરક હોવાના કારણે કનિકાના પરિવારે આ રીપોર્ટ ખોટો હોવાનો દાવો કર્યો હતો. બીજી વ્યક્તિનો રીપોર્ટ કનિકાના રીપોર્ટમાં ખપાવી દેવાયો હોવાનો આક્ષેપ કરીને પરિવારે હોબાળો મચાવતાં કનિકાનો બીજી વાર ટેસ્ટ કરાયો હતો. આ વિવાદ શમાવવા માટે કનિકાનો બીજી વાર રીપોર્ટ કરાવતાં તે પણ પોઝિટિવ આવ્યો છે.