✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કપિલ શર્મા ફરી પડ્યો બિમાર, ફિલ્મના પ્રમોશન માટે આવેલ સ્ટારે શૂટિંગ વગર જવું પડ્યું પાછા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Jul 2017 10:55 AM (IST)
1

સૂત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે કપિલ પોતાની આગામી ફિલ્મ ફિરંગીના શૂટિંગમાં વ્યસ્ત છે અને તેને બ્લડ પ્રેશરની સમસ્ચા પણ છે. વધુમાં જણાવ્યું કે, બુધવારે બપોરથીજ બ્લડ પ્રેશરના કારણે તેની તબિયત બગડી હતી અને સાંજ સુધીમાં વધારે તબિયત ખરાબ થઇ ગઇ હતી. તેને ઘરથી સીધા હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. જો કે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં દીધી છે અને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે.

2

બુધવારે જ્યારે અનિસ બાજમીની ફિલ્મ ‘મુબારકાં’ની ટીમ કપિલ શર્માના સેટ પર પહોંચી હતી. તેમાં અનિલ કપૂર, અર્જૂન કપૂર, ઇલિયાના ડિક્રૂઝ અને આથિયા શેટ્ટી પણ સામેલ હતા. આ તમામ સ્ટાર ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતાં. શોનુ શૂટિંગ સાડા સાત વાગ્યે હતું પરંતુ સાત વાગ્યે સાંજે સ્ટાર્સને જણાવામાં આવ્યું કે કપિલ શોને હોસ્ટ નહિં કરી શકે કારણ કે તે બિમાર થઈ ગયા છે.

3

છેલ્લા ત્રણ મહિનામાં કપિલે છેલ્લી ઘડીએ શોનુ શૂટિંગ રદ કર્યો હોય એવો આ ત્રીજો બનાવ છે, અગાઉ પરેશ રાવલ, શાહરુખ-અનુષ્કા શર્મા જેવા સુપર સ્ટારને શોના શૂંટિગ કર્યાં વગર જ પાછા ફરવું પડ્યું હતું.

4

કપિલ શર્માની ફરી તબિયત બગડી, કપિલ શર્માના શોનું શૂટિંગ ફરી રદ કરવું પડ્યું છે. કોમેડિયન કપિલ શર્માએ તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ત્રીજા વખત આવું બન્યું છે જ્યારે કપિલ શર્માના શો પર પ્રોમોશન માટે આવેલા ફિલ્મી સ્ટારકાસ્ટે શૂટિંગ કર્યા વગર પાછા જવું પડ્યું હોય.

  • હોમ
  • મનોરંજન
  • કપિલ શર્મા ફરી પડ્યો બિમાર, ફિલ્મના પ્રમોશન માટે આવેલ સ્ટારે શૂટિંગ વગર જવું પડ્યું પાછા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.