Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
સાઉદીમાં પ્રથમ વખત છોકરીઓને સ્કૂલમાં મળી રમવાની મંજૂરી
દેશના શિક્ષણ મંત્રાલયે કહ્યું કે, સરકારી સ્કૂલોમાં શારીરિક શિક્ષણના ક્લાસ શરૂ કરવામાં આવશે. જો કે એવુ પણ કહ્યું કે, આ ક્લાસ (ઈસ્લામિક) શરિયાના નિયમો પ્રમાણે રહેશે. સાઉદીના સામાજિક કાર્યકરે આ નિર્ણય પર આશંકા વ્યક્ત કરતાં અનેક સવોલો પણ ઊભા કર્યાં છે. તેમનું કહેવું છે કે, ક્લાસ માટે મહિલાએ પુરૂષ વાલીની મંજૂરી લેવી પડશે. હજુ સુધી એ પણ સ્પષ્ટ નથી કે ક્લાસ વધારાના અભ્યાસ તરીકે રહેશે કે ફરજીયાત.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાર્વજનિક સ્કુલોમાં છોકરીઓને રમવા દેવાનો નિર્ણય ખૂબજ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. કારણ કે દેશમાં હજુ પણ વ્યાયામ કરવું અસભ્ય માનવમાં આવે છે. દેશમાં એક વર્ગ તેને અશ્લીલ પણ માને છે. માત્ર ચાર વર્ષ પહેલા જ સાઉદી અરબમાં અધિકાર તરીકે ખાનગી સ્કૂલોમાં છોકરીઓના રમતમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી પણ આજ સુધી લાગુ કરવામાં આવી નથી. સાઉદી અરબની ઑલિંમ્પિક ટીમમાં મહિલાઓને પહેલીવાર 2012માં લંડન ગેમ્સમાં ભાગ લીધો હતો.
રિયાધ: સાઉદી અરબમાં મહિલાને અનેક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે પણ ઈતિહાસમાં પહેલીવાર સરકારી સ્કૂલમાં ભણનારી છોકરીઓને શારીરિક શિક્ષણ આપવાનો નિર્ણય સાઉદી સરકારે લીધો છે. દેશભરમાં મહિલાઓ અધિકારો તથા રમતમાં ભાગ લેવા માટે વર્ષોથી માંગ કરી રહી હતી. ત્યાર બાદ સાઉદી સરકારે આ નિર્ણય લીધો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -