Confirm: કોમેડી કિંગ કપીલ શર્મા કરશે વાપસી, આ શોની થઈ રહી છે તૈયારી
નવી દિલ્હીઃ કહેવાતું હતું કે કપિલ શર્માએ ડિપ્રેશન અને અસ્વસ્થ્ય હોવાને કારણે કામથી અંતર રાખ્યું હતું. જોકે હવે અહેવાલ મળી રહ્યા છે કે, તે ટૂંક સમયમાં નાના પડતે કમબેક કરશે. જે શોની સાથે કપિલ શર્મા વાપસી કરી રહ્યા છે તેનું નામ છે ધ કપિલ શર્મા શો. આમ તો પોતાના કમબેકના અહેવાલને કોમેડી કિંગે ખુદ કન્ફર્મ કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકપિલે વેબ પોર્ટલ પીપિંગ મૂન સાથે વાતચીતમાં કહ્યું કે, 'હું મારા ફેન્સને આશ્વસ્ત કરવા ઈચ્છું છું કે, હું ટૂંકમાં જ ધ કપિલ શર્મા શોની નવી સિરીઝ સાથે પરત ફરીશ. આ શો ફેન્સ પર ફરીથી તે છાપ છોડશે અને તેમનો પ્રેમ જ શોને આગળ વધારશે. જોકે, હાલમાં શોની પ્લાનિંગ સ્ટેજ પર છે.'
કપિલે શો ઉપરાંત પોતાની તબિયત વિશે પણ વાત કરી. કપિલે કહ્યું, કેટલાક કારણોથી મારી તબિયત સારી નથી. જોકે, હાલમાં મે મારા સ્વાસ્થ્ય પર ખુબ જ ધ્યાન આપ્યું છે અને આમાં ઝડપી સુધારો થઈ રહ્યો છે.
કપિલે તે પણ ખુલાસો કર્યો છે કે, ટીવીથી બ્રેક દરમિયાન પોતાના પરિવાર સાથે એક શોર્ટ ફેમિલી વેકેશન પર હતો. આ દરમિયાન કપિલે ક્વોલિટી ટાઈમ પ્રસાર કરવાની વાત કરી. કપિલે તે પણ કહ્યું કે, પરિવારના સાથના કારણે તેમની તબિયતમાં ઝડપી સુધારો થવામાં મદદ મળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -