કપિલ શર્માની આ એક્ટ્રેસે અચાનક કર્યા લગ્ન, જુઓ Pics
હાલ ઇશિતા ‘ફિરંગી’માં એક નાના શહેરની યુવતીનો રોલ કરી રહી છે. જે એક એનઆરઆઇ યુવકના પ્રેમમાં પડે છે. આ ફિલ્મમાં ઇશિતા અને મોનિકા ગિલ મહત્વના રોલમાં છે. તો વત્સલ સેઠ સીરિયલ ‘હાસિલ’માં કામ કરી રહ્યો છે. ફિલ્મ દ્રશ્યમમાં ઇશિતાએ અજય દેવગનની દીકરીનો રોલ કર્યો હતો. પત્ની કાજોલ સાથે અજય દેવગન પણ આ લગ્નમાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇશિતા મિસ ઇન્ડિયા અને બોલિવૂડ એક્ટ્રેસ રહેલી તનુશ્રી દત્તાની બહેન છે. આ બન્ને ટૂંક સમયમાં જ એક ફિલ્મમાં સાથે જોવા મળશે. ઇશિતા ફિલ્મ્સ ઉપરાંત ટીવી શોમાં પણ જોવા મળી છે.
આ બન્નેના લગ્નમાં ક્લોઝ ફ્રેન્ડ્સ અને રિલેટીવ હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત અજય દેવગન, કાજોલ, બોબી દેઓલ અને બોલિવૂડ ઉપરાંત ટોલિવૂડના અનેક સ્ટાર્સ પણ જોવા મળ્યા હતાં. ઇશિતાએ પોતાના કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મથી કરી હતી.
ઇશિતાએ એક્ટર વત્સલ સેઠ સાથે સાત ફેરા ફર્યા હતાં. વત્સલ ઇશિતાથી આશરે 10 વર્ષ મોટો છે. નોંધનીય છે કે વત્સલ અને ઇશિતાએ શો ‘રિશ્તોં કા સૌદાગર-બાજીગર’માં પહેલીવાર એકસાથે કામ કર્યું હતું. ત્યારથી જ બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
મુંબઈઃ કપિલ શર્મા હાલમાં પોતાની ફિલ્મ ફિરંગીના પ્રમોશનમાં વ્યસ્ત છે જે 1 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં તેની સાથે એક્ટ્રેસ ઈશિતા દત્તા જોવા મળશે. ફિલ્મને રિલીઝ થવામાં થોડી વાર છે ત્યારે રિલીઝના ત્રણ દિવસ પહેલા જ ઈશિતા દત્તાએ અચાનક લગ્ન કરી લીધા છે. મંગળવારે ઈશિતા દત્તાએ અભિનેતા વત્સલ સેઠ સાથે મુંબઈના ઇસ્કોન મંદિરમાં લગ્ન કર્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -