WhatsApp લાવ્યું વધુ એક નવું ફીચર, જાણો કેવી રીતે કરશો યુઝ
નવી દિલ્હીઃ આઈઓએસ ડિવાઈસ માટે વ્હોટ્સએપ નવું અપડેર લાવ્યું છે. તેના દ્વારા હવે યૂઝર્સ યૂટ્યૂબ વીડિયોને સીધા જ મેસેન્જિંગ એપ વ્હોટ્સએપમાં ચલાવી શકશે. આ અપડેટથી યૂઝર્સ વીડિયો જોતા જોતા ચેટ પણ કરી શકશે. આ જાણકારી એપસ્ટરો પર જાહેર કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએપસ્ટોર પર નવા અપડેટ વિશે કહેવામાં આવ્યું છે કે, જ્યારે તમને યૂટ્યૂબ વીડિયોની કોઈ લિંક મળે છે ત્યારે તમે સીધા વ્હોટ્સએપની અંદર જ પ્લે કરી શકો છો. આ પિક્ચર ઇન પિક્ચરને સપોર્ટ કરે છે, જેથી તમે વીડિયો જોતા અન્ય લોકો સાથે ચેટ પણ કરી શકો છો.
નવા અપડેટમાં Picture-in-Picture મોડ આપવામાં આવ્યું છે, જેમાં તમે વોટ્સએપ ચેટમાં જ યૂટ્યુબના વીડિયો પ્લે કરી શકશો. આ પહેલા યૂટ્યૂબ લિંક પર ક્લિક કરીને અન્ય ટેબમાં રિડાયરેક્ટ થવુ પડતુ હતુ. અપડેટ પછી માત્ર એક ક્લિક કરતા જ વીડિયો તે ચેટમાં જ પ્લે થશે. વોટ્સએપના વર્ઝન 2.17.81માં નવા અપડેટની જાણકારી આપવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે તમે બીજા કોઈ ચેટમાં નેવિગેટ કરતા સમયે પણ સતત વીડિયો જોઈ શકો છો.
આ ફીચરને કારણે તમે મલ્ટી ટાસ્કિંગ કરી શકો છો. તમે યૂટ્યૂબ પર વીડિયો જોઈ રહ્યા છો અને અન્ય કોઈ ચેટમાં જવુ છે તો વીડિયો બંધ નહીં થાય અને તમે સતત જોઈ શકશો.
આ અપડેટ iOS યુઝર્સ માટે ઉપલબ્ધ છે અને તમે એપ સ્ટોરથી વૉટ્સએપ અપડેટ કરી શકો છો. એન્ડ્રોઈડ યુઝર્સને આ અપડેટ ક્યારે મળશે તેની કોઈ જાણકારી આપવામાં નથી આવી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -