કપિલ શર્માને એક મહિનાનો ટાઈમ આપીને સોની ટીવીએ આપી દીધું શું અલ્ટિમેટમ ? જાણો વિગત
ચંદન સાથે પણ કપિલે ગેરવર્તન કર્યું હતું. આ પછી સુનીલ અને ચંદન શોમાં દેખાયા નથી. સુનીલે શોમાં પાછા ફરવાના અહેવાલોનું ખંડન કર્યુ હતું.
હાલમાં આવેલા ટીઆરપી રેટિંગમાં કપિલનો શો ટોપ 10માં નથી. અને તેના શોમાં સુનીલ ગ્રોવર, ચંદન પ્રભાકર, અલી અસગર અને સુગંધા મિશ્રા શોમાં શૂટિંગ પર નથી આવી રહ્યા અને શોની ટીઆરપી ઘટી રહી છે.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાથી પાછા ફરતા ફ્લાઈટમાં કપિલ અને સુનીલ વચ્ચે ઝઘડો થયો હતો. અને કપિલે ગાળા-ગાળી કરીને તેને માર્યો હતો એવું ફ્લાઈટ એટેંડન્ટ્સે કહ્યું હતું.
કપિલ અને સુનીલ વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં હવે કપિલ શર્મા શોનું ભવિષ્ય જોખમમાં છે. ચેનલ આ મહિને કપિલના શોનો કોંટ્રાક્ટ રિન્યૂ કરવાની હતી જે હવે નહિ બને. આ રિન્યૂઅલ 106 કરોડની ડિલને એક મહિનો પાછી ઠેલી છે. અને આ એક મહિનામાં કપિલને બધુ થાળે પાડવા કહ્યું છે. એક અંગ્રેજી અખબારના જણાવ્યા મુજબ કપિલે આ એક મહિનામાં તમામ કલાકારો સાથે વાત કરીને શો અંગે નિર્ણય લેવાનો રહેશે.
જેથી ચેનલે આ પગલું લીધું છે. તેમજ થોડા સમય પહેલા શોની 15 મિનીટ પહેલા શૂટિંગ કેંસલ કર્યુ હતું.