આજનો દિવસ ટીમ ઈંડિયા માટે છે ખાસ, તૂટ્યા હતા ઘણા રેકોર્ડ, 28 વર્ષ બાદ મેળવી હતી સફળતા, જાણો
નવી દિલ્લી: ભારતે આજના દિવસે (2 એપ્રિલ 2011) બીજા વર્લ્ડ કપ પર પોતાનો કબ્જો જમાવ્યો હતો. 1983માં ભારતે પહેલી વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસિલ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોનીની જાદુઈ બેટિંગ: એક સમયે ટીમ ઈંડિયાએ 114 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર ગૌતમ ગંભીર ક્રિઝ પર હતો અને તેનો સાથ આપવા માટે યુવરાજ આવ્યો હતો, પરંતુ બધાને આશ્ચર્યમાં મુકતા કેપ્ટન ધોની યુવરાજ પહેલા બેટિંગ કરવા ક્રિઝ પર આવ્યા હતા. અને તેમને વિસ્ફોટક બેટિંગ કરી ભારતનેલ જીત અપાવી હતી. 2011ના વર્લ્ડ કપમાં તે મેન ઓફ ધ મેચ બન્યા હતા.
અત્યાર સુધી ફાઈનલમાં સદી બનાવનાર ટીમ જીતતી આવી છે. પરંતુ એવું પહેલી વખત બન્યું, જ્યાં સદી કામ આવી નહોતી. મહિલા જયવર્ધને અણનમ 103 રન બનાવ્યા હોવા છતાં શ્રીલંકાને હારનો સામનો કરવો પડ્યો હતો. 275 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતની શરૂઆત ખરાબ રહી હતી. એક સમયે ભારતનો સ્કોર 31 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.
2011ના વર્લ્ડ કપની ફાઈનલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. જ્યાં ભારતે શ્રીલંકાને હરાવીને ઘણા મિથ્યા રેકોર્ડ તોડ્યા હતા. તે પહેલી એવી મેજબાન ટીમ બની, જેને વર્લ્ડ કપ જીત્યો હતો. તેના પહેલા કોઈ પણ ટીમે પોતાની ધરતી પર વર્લ્ડ કપ મેળવ્યો નહોતો.
સિક્સર મારીને ભારતને ચેમ્પિયન બનાવ્યું: ધોનીએ ગંભીરની સાથે 109 રનની શાનદાર ભાગેદારી કરી હતી. ગૌતમ ગંભીરે 97 રનની ઈનિંગ રમી હતી. જ્યારે ધોનીએ 79 બોલમાં 91 રન તો બનાવ્યા સાથે બેસ્ટ ફિનિશર તરીકે વિજયી સિક્સર ફટકારીને દેશના કરોડો લોકોના દિલ જીતી લીધા હતા.
એટલે કે 28 વર્ષ પછી ટીમ ઈંડિયાએ એક વાર ફરીથી ઈતિહાસ રચ્યો હતો. તેની સાથે ભારતીય ટીમ વેસ્ટ ઈંડિઝ અને ઑસ્ટ્રેલિયા પછી ત્રીજી એવી ટીમ બની જેની પાસે બેથી વધુ વખત ચેમ્પિયન બનવાનો મોકો મળ્યો.
ટીમ ઈંડિયા આ કપમાં લક્ષ્યાંકનો પીછો કરતા ચેમ્પિયન બનનારી ત્રીજી ટીમ બની હતી. તેના પહેલા વર્લ્ડ કપના ઈતિહાસમાં બે વખત જ આવું બની ચૂક્યું છે. પરંતુ સતત ત્રીજી વખત ફાઈનલ રમી રહેલી શ્રીલંકાને ભારતે 10 બોલ બાકી હતાને 6 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -