નવસારીઃ યુવકે યુવતી સાથે છ મહિના લગી સેક્સ માણીને તેની નાની બહેન સાથે લગ્ન કરી લીધાં, પછી બની ચોંકાવનારી ઘટના, જાણો વિગત
નવસારીઃ નવસારી જિલ્લામાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં યુવતી સાથે સેક્સ સંબંધો બાંઘી તેને ગર્ભવતી બનાવ્યા પછી યુવકે આ યુવતીની જ નાની બહેન સાથે લગ્ન કરી લીધાં છે. યુવતીને પોતાના પ્રેમીના આ કરતૂતની ખબર પડતાં તેણે યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોહિતે પોતાની સાથે કઈ રીતે છ મહિના સુધી સેક્સ સંબંધો બાંધ્યા હતા તેની વાત પણ તેણે પરિવારને જણાવી દીધી. હેમાની વાત સાંભળ્યા પછી તેના પરિવારે રોહિત સામે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો. હેમાએ રોહિત સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
બીજી તરફ રોહિત સાથેના સેક્સ સંબંધથી હેમા સગર્ભા થઈ ગઈ હતી. હીના સાથેનાં લગ્ન પછી તેને આ વાતની ખબર પડી. તેના પરિવારને પણ આ વાતની ખબર પડતાં તેમના માથે આભ તૂટી પડ્યું. તેમણે હેમાને પૂછતાં તેણે પોતાના પેટમાં જે બાળક છે તે રોહિતનું છે તેમ જણાવી દીધું.
છ મહિના પહેલાં હેમાની આંખ રોહિત સાથે મળી ગઈ હતી. બંને નજીક આવ્યાં પછી રોહિતે હેમાને લગ્નની લાલચ આપી તેની સાથે સેક્સ સંબંધ બાંધ્યા હતા. રોહિતે હેમાને ભોળવીને એ પછી તેને અલગ અલગ સ્થળે લઈ જઈ સેક્સ માણ્યું હતું. છ મહિના સુધી રોહિત આ રીતે લગ્નની લાલચ આપીને હેમાના શરીરને ભોગવતો રહ્યો.
આ કેસની વિગત એવી છે કે નવસારીના સદલાવ ગામના સતાડિયા ફળિયામાં રોહિત રાકેશ હળપતિ નામનો યુવક રહે છે. આ જ ગામના ગુંદી ફળિયામાં હેમા (નામ બદલ્યું છે) નામની યુવતી પોતાની નાની બહેન હીના (નામ બદલ્યું છે) સાથે રહે છે. બંને બહેનો ખેતીનું કામ કરે છે.
છ મહિનામાં રોહિતનું મન ભરાઈ જતાં તેણે હીના પર નજર ઠેરવી. તેણે હીનાને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને પછી તેનાં માતા-પિતા સમક્ષ લગ્નની વાત કરી. હીનાનાં માતા-પિતાને આ લગ્ન સામે વાંધો નહોતો તેથી તેમણે લગ્નને મંજૂરી આપી દીધી. હેમાને આ લગ્નથી આઘાત લાગ્યો હતો પણ તે બહેનને ખાતર ચૂપ રહી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -