કપિલ શર્માના લગ્નની તૈયારીઓ શરૂ, ગર્લફ્રેન્ડ ગિન્નીના ઘરે યોજાઈ બેંગલ સેરેમની, જુઓ તસવીરો
દીપિકા-રણવીર અને પ્રિયંકા-નિક બાદ લગ્ન કરવામાં આગળનો નંબર કપિલ શર્માનો છે. કપિલ શર્મા ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે લગ્ન કરી રહ્યો છે. કપિલ અને ગિન્ની 12 ડિસેમ્બરે જાલંધરમાં લગ્ન કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકપિલે આમંત્રણ પત્રિકા માટે ખાસ પંજાબી પરંપરાને અનુસરી સ્પેશિયલ બોક્સ બનાવડાવ્યા હતા. કંકોતરીની સાથે ડ્રાયફ્રૂટ, પંજીરી, બદામ ચણા બાઇટ, મૈસૂર પાક પણ સામેલ હતા.
જાલંધર: કૉમેડિયન કપિલ શર્માના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કપિલ 12 ડિસેમ્બરે ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે જાલંધરમાં લગ્ન કરશે. કપિલના ઘરે અખંડ પાઠનું આયોજન કરાયું હતું. જ્યારે હવે ગિન્નીના ઘરે બેંગલ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.
કપિલના ઘરે યોજાયેલા પાઠમાં ફેમિલી ફ્રેન્ડ્સ, પરિવારના સભ્યોની સાથે અકાલી દળનાં નેતા બીબી જગીર કૌર પણ સામેલ થયા હતા. જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. ગિન્ની પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખી તેમના ઘરની બહાર બાઉન્સર્સની સાથે પોલીસ પણ તહેનાત કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -