આ બેટ્સમેને ફટકારી 6 બોલમાં 6 સિક્સર, રોહિત શર્મા કે ગેલ પણ નથી કરી શક્યા આવું કારનામું, જાણો
ડેવિસની ધમાકેદાર પારીની મદદથી તેમની ટીમે ચાર વિકેટના નુકશાને 406 રનનો સ્કોર બનાવી દીધો. વિપક્ષી ટીમ માટે આ સ્કોર ઘણો ભારે ભરખમ હતો, તેણે 168 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડેવિસે પોતાની પારીમાં 17 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકાર્યા હતા. 40મી ઓવરમાં તેણે જેક જેમ્સની ઓવરમાં 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા હતા.
ડેવિસે જણાવ્યું કે, પહેલા બે બોલ બાદ મારા દિમાગમાં આવ્યું કે, મારે 6 છગ્ગા ફટકારવા જોઈએ અને પછી તેનો ફાયદો પણ થયો. મારા નિશાના પર ફોરવર્ડ સ્કવેયરથી લઈ કાઉ કોર્નર હતા. જેથી બોલ નાખ્યા પહેલા જ હું આગળ વધી રહ્યો હતો, અને બોલને મિડવિકેટના ઉપરથી મારવાની કોશિસ કરી રહ્યો હતો. તેણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વેબસાઈટને જણાવ્યું કે, ટૂર્નામેન્ટ પહેલા જ મેચમાં આ રીતના પ્રદર્શનથી ઉત્સાહ વધ્યો છે. ઘણું સારૂ લાગી રહ્યું છે.
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના યુવા બેટ્સમેને ડેવિસે સળંગ છ બોલમાં છ સિક્સર ફટકારી હતી. સિડનીના 18 વર્ષીય ક્રિકેટર ઓલિવરે અંડર-19 નેશનલ ચેમ્પિયનશિપના પહેલા દિવસે આ રેકોર્ડ બનાવ્યો છે. તેણે ન્યૂ સાઉથ વેલ્સ મેટ્રો તરફથી રમતા નોર્ધન ટેરિટરી વિરુદ્ધ સળંગ 6 છગ્ગા ફટકાર્યા હતા. ડેવિસ ઓસ્ટ્રેલિયા અંડર-16 અને અંડર-19 ટીમમાં રમી ચુક્યો છે. ડેવિસે 115 બોલમાં 207 રનની મોટી પારી રમી છે. તે આ પ્રતિયોગિતાના ઈતિહાસમાં ડબલ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -