નશામાં ચૂર કપિલે બૂટ કાઢીને સુનિલને ફટકાર્યો ને બેફામ ગાળો શરૂ કરી, પ્લેનમાં બીજું શું શું કર્યું? જાણો
કપિલ નશામાં ચૂર હતો અને તેણે ઘાંટો પાડીને કહ્યું હતું કે, 'જબ મૈંને ખાના શુરૂ નહીં કિયા તો તુમ લોગોં ને કૈસે લે લિયા ખાના?’ કપિલનો ઘાંટો આખા પ્લેનમાં સંભળાયો હતો અ બધાંની નજર કપિલ તરફ ગઈ હતી. કપિલે ઘાંટાઘાંટ કરીને તેની ટીમના સભ્યોને ખાવાનું પાછું આપવાની ફરજ પાડી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અહેવાલ પ્રમાણે કપિલ શર્માએ વધારે પડતો દારૂ પી લીધો હતો અને દારૂના નશામાં તેણે માત્ર સુનિલ ગ્રોવર સાથે જ ખરાબ વર્તન નહોતું કર્યું પણ ટીમના બીજા સભ્યો સાથે પણ બદતમીઝી કરી હતી. પ્લેનમાં કેબિન ક્રુએ ભોજન આપ્યું અને તેની ટીમના સભ્યો ખાવા લાગતાં જ કપિલ ભડક્યો અને તેણે બૂમાબૂમ શરૂ કરી દીધી હતી.
મુંબઈઃ 'ધ કપિલ શર્મા’ શોના એંકર કપિલ શર્માએ તેના સાથી સુનિલ ગ્રોવર સાથે ઓસ્ટ્રેલિયાથી પાછા ફરતાં બદતમીઝી કરી તે મુદ્દો જોરશોરથી ગાજી રહ્યો છે. દરમિયાનમાં એક અગ્રણી અખબારે કપિલ શર્માની બદતમીઝીને નજરે જોનારા સાક્ષીના હવાલાથી પ્લેનમાં શું બન્યું હતું તેની વિગતો પ્રસિધ્ધ કરી છે.
કપિલને એ પછી પણ સંતોષ નહોતો અને તેણે બૂમો પાડવાનું ચાલુ રાખ્યું હતું. કપિલની બદતમીઝી જોઈને સુનિલ ગ્રોવર ઉભો થઈને તેની પાસે ગયો હતો. કપિલે તેને જોઈને બૂમો પાડવા માંડી હતી. પછી અચાનક કપિલ ઉભો થયો અને પોતાના પગમાંથી જૂતું કાઢીને સુનિલને ફટકારી દીધો હતો.
કપિલે સુનિલનો કોલર પકડીને ખેંચ્યો અને તેને ફટકારવા માંડ્યો હતો. કપિલ સુનિલને ઉપરાછાપરી કેટલાય તમાચા ઠોકી દીધા હતા. કપિલે ટીમની યુવતીઓને પણ ગાળો આપીને ફટકારી હતી. સુનિલે પોતાની જાત પર સંયમ રાખીને કપિલને ભવાડો નહીં કરવા વારંવાર વિનંતી કરી પણ કપિલ સાંભળવા જ તૈયાર નહોતો.
કપિલ એટલા જોરથી ગાળો બોલતો હતો કે, ઈકોનોમી ક્લાસમાં બેઠેલા પ્રવાસીઓને પણ તે સંભળાતું હતું. ટીમના બીજા સભ્યોએ તેને શાંત કરવા કોશિશ કરી ત્યારે તેણે તેમને ગાળો આપીને કહ્યું હતું કે, 'તુમ લોગોં કો મૈંને બનાયા હૈ. સબ કા કરીયર ખતમ કર દૂંગા. તુમ ટીવી વાલે સમજતે કયા હો ? સબ કો નિકાલ દૂંગા.
કપિલે સુનિલ ગ્રોવરને વારંવાર કહ્યું હતું કે, 'ગયા થા ના તુ તો ? આયા ના વાપસ મેરે હી પાસ.’ કપિલે પંજાબીમાં બેફામ ગાળાગાળી પણ ચાલુ રાખી હતી. પ્લેનના ક્રુ મેમ્બર્સે કપિલને ચીમકી આપી હતી કે, એ આ બકવાસ બંધ નહીં કરે તો લેન્ડિંગ વખતે તેમણે પોલીસને બોલાવવી પડશે.
જો કે કપિલની તેના પર અસર નહોતી થઈ. તેણે સતત એવો લવારો ચાલુ રાખ્યો હતો કે, 'અરે યે લોગ સમજતે હૈં ક્યા ? ઈન સબ કા કરીયર મેરી વજહ સે હૈ.’ કપિલે લાંબા સમય સુધી આઈ લવારો ચાલુ રાખ્યો હતો. ચંદન પ્રભાકર સાથે પણ તેણ બદતમીઝી કરી હતી અને તેને પણ તમાચા ઠોકી દીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -