કોમેડિયન કપિલ શર્માએ કરી વાપસી, ફેન્સે કંઈક આ રીતે કર્યું સ્વાગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકપિલે જેવી ટ્વીટ કરી હતી કે ફેન્સે તેનું વેલકમ કર્યું હતું. કોઈ તેની સલામતી માટે પ્રાર્થના કરતું હતું તો કોઈ તેની એક ઝલક માટે ઉત્સુક હતું.
કપિલે વાતચીતમાં જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં જ નાના પડદા પર કમબેક કરશે પરંતુ હાલ તો તે મુસાફરી કરી રહ્યો છે. કપિલે તેના ફ્રેન્ડ્સનો નવો મ્યૂઝિક વીડિયો ‘ઠા ઠા’ની લિંક શૅર કરતાં લખ્યું કે, ‘હેલો ફ્રેન્ડ્સ..આશા છે કે બધું જ ઠીક હશે. ચાલો આજે રાતે અગિયાર વાગે ચેટ કરશું. ત્યાં સુધી મારા દોસ્તના પંજાબી સોંગનો આનંદ માણો.’
કપિલ શર્માએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે તેની તબીયત હવે સારી છે અને તે પોતાની લાઈફસ્ટાઈલમાં ચેન્જ લાવી રહ્યો છે. આ ઉપરાંત કપિલે આ કમબેક પોતાના માટે નહિ પરંતુ દોસ્ત ડોક્ટર જ્યુસ અને જોરા રંધાવાના નવા ગીતના પ્રમોશન માટે કર્યું હતું. જોકે, આ સાથે જ ફેન્સને પોતાની હેલ્થ વિશે પણ જણાવ્યું હતું.
નવી દિલ્હીઃ વિવાદોમાં આવ્યા બાદ કોમેડી કિંગ કપિલ શર્મા અચાનક ગાયબ થઈ ગયો હતો. તેણે શો ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્માથી ટીવી પર વાપસી કરી હતી, પરંતુ શો ચાલ્યો નહીં. ત્યાર બાદ તે ફરી બ્રેક પર ચાલ્યો ગયો હતો. તેમે ગુરુવારે ટ્વિટ કરી પોતાના ફેન્સને ખુશ કર્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -