Confirm: ફરી શરૂ થશે ‘ધ કપિલ શર્મા શો’, જાણો ક્યારથી થશે ઓન એર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Sep 2017 07:18 AM (IST)

1
રિપોર્ટ્સનું માનીએ તો કપિલને બ્લડ પ્રેશરની સમસ્યા છે અને બેંગલુરુમાં સારવાર કરાવી રહ્યો છે. પરંતુ હવે તેના એક નજીકના સૂત્રનું કહેવું છે કે, કપિલ હવે સ્વસ્થ છે અને ઓક્ટોબરથી ફરી એકવાર ‘ધ કપિલ શર્મા શો’ ચાલુ થઈ જશે.
2
જણાવી દઈએ કે, કપિલના શોની સંબંધિત ચેનલે કહ્યું હતું કે, કપિલની તબિયત ખરાબ છે જેના કારણે શો થોડા સમય માટે બંધ કરાયો છે.
3
જાણીતા કોમેડિયન કપિલ શર્માએ હાલમાં જ એ વાતની જાણકારી આપીને પોતાના ફેન્સને મોટો ઝાટકો આપ્યો હતો કે તે પોતાનો હિટ શો ધ કપિલ શર્મા શોમાંથી થોડા સમય માટે બ્રેક લઈ રહ્યો છે. આ જાહેરાત બાદથી કપિલના ફેન્સ નિરાશ હતા.
4
જોકે હવે ઇન્ડિય એક્સપ્રેસ ડોટ કોમે સૂત્રને ટાંકીને કહ્યું છે કે, કપિલ શર્મા ફરીથી પોતાનો શો લઈને આવી રહ્યો છે.