ક્રિકેટર ઝહીર ખાન અને અભિનેત્રી સાગરીકાના લગ્નની તારીખ નક્કી, આ દિવસે યોજાશે રિસેપ્શન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા કેટલાક સમયથી ઝહિર ખાન સાગરીકાને ડેટ કરી રહ્યો છે પરંતુ તે પબ્લીકલી આવતા નહોતા.
અભિનેત્રી સાગરીકાના ક્લોઝ ફ્રેન્ડ અંગદ બેદીએ ઝહીર ખાન સાથે તેની મુલાકાત કરાવી હતી. સાગરીકા ઘાટગે ચક દે ઇન્ડિયા નામની ફિલ્મમાં અભિનય કરી ચુકી છે.
ઝહીર ખાન અને સાગરીકાના લગ્ન બાદ 27 નવેમ્બરે ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. આ દરમિયાન બે કાર્યક્રમ મુંબઇ અને પૂણેમાં યોજાશે. ઝહીર અને સાગરીકાના નજીકના મિત્રોને પહેલાથી જ આમંત્રણ આપી દેવામાં આવ્યુ છે.
મુંબઈ: ભારતનો ફાસ્ટ બોલર ઝહીર ખાન ફિયાન્સી સાગરીકા ઘાટગે સાથે નવેમ્બરમાં લગ્ન કરવાના હોવાની ખબરો સામે આવી છે. બન્નેના પરિવારજનો તરફથી લગ્નની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુત્રોની જાણકારી અનુસાર બન્નેએ નવેમ્બરમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે.મહત્વપૂર્ણ છે કે ઝહીર ખાન અને સાગરીકાએ આ વર્ષે એપ્રિલમાં સગાઇ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -