વિવાદોની વચ્ચે આખરે કપિલ શર્માએ તોડ્યું મૌન, કહી દિલની વાત
જ્યારે કપિલના શોની વાત કરીએ તો અહેવાલ અનુસાર કપિલના શોને બંધ કરવામાં નથી આવ્યો પરંતુ આ શોની થીમ પર ફરીથી કામ કરવામાં આવી રહ્યું છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર કપિલ ખુદ પણ આ શોથી ખુશ ન હતો અને તેને પણ શોમાં કોઈ વસ્તુંની ખામી લાગી રહી હતી. આ કારણે એક સમય એવો આવ્યો જ્યારે કપિલને આ શોને લઈને રસ ઘટતો ગયો અને શોની થીમ પર ફરી એક વખત કામ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.
બોલિવૂડ હંગામામાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર એક સૂત્રએ કપિલને ટાંકીને જણાવ્યું કે, જે લોકો મારી કારકિર્દી બગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે જેટલી ઇચ્છે તેટલી અફવા ફેલાવી શકે છે. મને તેનાથી કોઈ ફેર નથી પડતો. મારી સાથે આવું પહેલા પણ થઈ ગયું છે જ્યારે લોકો મારી સફળતાને પચાવી શક્યા ન હતા. જ્યાં સુધી આમ કરવામાં તેમને ખુશી મળે છે ત્યાં સુધી તેમને આમ કરવા દો. હું જાણુ છું કે હું શું કરી રહ્યો છું અને તેમાં સોની ચેનલ મારો સાધ આપી રહી છે. મને સોની તરફતી સંપૂર્ણ મદદ મળી રહી છે.
નોંધનીય છે કે કપિલના શોને શરૂ થયે થોડો જ સમય થયો હતો અને અત્યાર સુધી માત્ર 3 એપિસોડ જ થયા હતા ત્યાર બાદ આ શો બંધ કરવામાં આવ્યો છે. આ મામલે કપિલ શર્માના નજીકના સૂત્રોનું કહેવું છે કે, કપિલ જાણે છે કે તે શું કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ કોમેડિયન કપિલ શર્મા છેલ્લા થોડા સમયથી સતત વિવાદોમાં ફસાયેલા રહ્યા છે. એક બાજુ તેની સાથે જોડાયેલ વિવાદ ખત્મ લેવાનું નામ નથી લઈ રહ્યા તો બીજી બાજુ તેનો હાલમાં જ શરૂ થયેલ શો ફેમિલી ટાઈમ વિધ કપિલ શર્માને પણ ઓફ એર કરવામાં આવ્યો છે.