Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Vivo Y સીરીઝનો પહેલો સ્માર્ટફોન ભારતમાં થયો લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત
Y71માં ફોટોગ્રાફી માટે 13 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે, જેની સાથે ફ્લેશ પણ છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે Vivo Y71માં ડ્યુઅલ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ સિવાય 4G LTE, બ્લૂટૂથ, વાઈ-ફાઈ અને GPS પણ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન ગૂગલના લેટેસ્ટ એન્ડ્રોયડ 8.0 ઓરિયો પર કામ કરશે. પાવર બેકઅપ માટે ફોનમાં 3,360mAhની બેટરી આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સ્માર્ટફોનમાં 5.99 ઈંચની એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રેશિયો 18:9 નો છે અને રિઝોલ્યૂશન 720×1440 પિક્સલનું છે. સ્માર્ટફોનને પાવર આપવા માટે આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 450 ઓક્ટા-કોર SoC પ્રોસેસર મળશે. આ ફોનમાં 3GB રેમ અને 16GB ઈન્ટરનલ મેમરી મળશે. મેમરીને માઈક્રો એસડી કાર્ડથી વધારી શકાશે.
કિંમતને જોતા આ સ્માર્ટફોન માર્કેટમાં પહેલેથી હાજર Xiaomi Redmi Note 5 અને Honor 9 liteને ટક્કર આપશે. રેડમી નોટ 5ના 3GB વાળા વેરિએન્ટની કિંમત 9999 રૂપિયા અને તેના 4GB વેરિએન્ટની કિંમત 11,999 રૂપિયા છે. આ ઉપરાંત Honor 9 Liteના 3GB રેમ અને 32GB ઈન્ટરનલ મેમરી વાળા વેરિએન્ટની કિંમત 10,999 રૂપિયા છે અને 4GB રેમ અને 64GB ઈન્ટરનલ મેમરીવાળા વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા છે.
નવી દિલ્હીઃ વીવોએ પોતાના વાઈ સીરીઝ અંતર્ગત એક બજેટ સ્માર્ટફોન વીવો વાય71 ભારતમાં લોન્ચ કર્યો છે. હાલમાં આ ફોનનું વેચાણ શરૂ થયું નથી પરંતુ ટૂંક સમયમાં તેની જાણકારી આપવામાં આવશે. કંપનીની Y-સીરીઝનો પહેલો સ્માર્ટફોન છે જે 18:9 ડિસ્પ્લે સાથે આવી રહ્યો છે. સિક્યોરિટી માટે આ સ્માર્ટફોનમાં ફેન અનલૉક ફીચર પણ આપવામાં આવ્યું છે. કંપનીએ હજુ સત્તાવાર રીતે આ ફોન રજૂ કર્યો નથી. એક ગેજેટ વેબસાઈટ અનુસાર આ સ્માર્ટફોનની કિંમત 10,999 રૂપિયા હોઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -