કપિલ શર્મા પણ આર યા પારના મૂડમાઃ ક્યા ત્રણ મુખ્ય કલાકારો વિના શૂટિંગ કરી નાંખ્યું ? જાણો
સુનિલ, અલી અને ચંદનની ત્રિપુટીએ કીકુ શારદાને પણ તેમની સાથે જોડાવાનું કહ્યું હતું પણ શારદા તૈયાર ના થયો. કીકુ શારદા સોમવાર તથા મંગળવાર બંને દિવસે શૂટિંગ માટે હાજર થઈ ગયો હતો. આમ 'ધ કપિલ શર્મા શો'ના હવે પછીને બંને એપિસોડમાં સુનિલ ગ્રોવર, અલી અસગર અને ચંદન પ્રભાકર વિનાનો હશે.
કપિલે તેને પણ પડતો મૂકીને શૂટિંગમાં આગલ વધવાનું નક્કી કર્યું ત્યાં નાની બનતા અલી અસગરે પણ કપિલના વર્તનાન વિરોધમાં શૂટિંગ માટે આવવાની ના પાડી દીધી હતી. કપિલે આ બધાંને ગણકાર્યા વિના આગળ વધવાનું નક્કી કર્યું અને હવે પછીના વીક-એન્ડમાં પ્રસારિત થનારા બંને એપિસોડનું શૂટિંગ કરી નાંખ્યું.
મુંબઈઃ કપિલ શર્માએ સુનિલ ગ્રોવર અને ચંદન પ્રભાકર સાથે ઓસ્ટ્રેલિયાથી પાછા ફરતાં પ્લેનમાં બદતમીઝી કરી તેના કારણે 'ધ કપિલ શર્મા શો'ના કલાકારો બે છાવણીમાં વહેંચાઈ ગયા છે. સામે કપિલ શર્માએ આ મુદ્દાને અહમનો મુદ્દો બનાવીને મંગળવારે 'ધ કપિલ શર્મા શો'ના 3 મુખ્ય કલાકારો વિના જ શૂટિંગ કરી નાંખ્યું.
ગ્રોવર શૂટિંગ માટે તૈયાર ના થતાં કપિલે તેના વિના શૂટિંગની તૈયારી શરૂ કરી હતી. જો કે ચંદન પ્રભાકર પણ પોતાની સાથેની બદતમીઝીના કારણે આવવા તૈયાર નહોતો. ચંદને સિધ્ધુને ના પાડી પછી કપિલે શોની ક્રિએટિવ હેડ પ્રિતી સિમોસને આગળ કરી હતી. સિમોસે ચંદનને ફોન કર્યો પણ ચંદને તેને પણ ભાવ ના આપ્યો.
સોની ટીવી તરફથી સિધ્ધુને મધ્યસ્થી કરવા મેદાનમાં ઉતારાયો હતો પણ સુનિલ ગ્રોવરે સિધ્ધુની વાત પણ નહોતી માની. ચંદન અને સુનીલે સિદ્ધુ સાથે ફોન પર વાત કરી પણ કપિલ સાથે શૂટિંગનો ઇન્કાર કર્યો હતો. સિદ્ધુ મિટીંગ ગોઠવવા કહ્યું હતું પરંતુ સુનિલે આ મિટિંગમાં આવવાની ના પાડી દીધી હતી.
'ધ કપિલ શર્મા શો'ની ટીમ ફિલ્મ 'નામ શબાના'ની ટીમ સાથે 20 માર્ચ(સોમવાર)ના રોજ શૂટિંગ કરવાની હતી. જો કે, સુનીલ ગ્રોવર અને ચંદન પ્રભાકરે કપિલ શર્મા સાથે શૂટિંગ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ખૂબ મનાવવા છતાં પણ બન્ને ના માનતાં આખરે એપિસોડનું શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યું હતું.