આ વીડિયોની સૌથી મજેદાર વાત એ છે કે આ વીડિયો ખુદ કપિલે રિટ્વીટ કર્યો છે. કપિલ શર્મઆએ વીડિયો સાથે લખ્યું કે, ‘આ એક સિંદર અને ખાસ સાંજ હતી...આટલા બધા પ્રેમ માટે આમ તમામનો આભાર, કપલને ખૂભ ખૂભ શુભેચ્છા અને સમગ્ર કુમરિયા પરિવાર માટે ભગવાન પાસે દુઆ કરું છું.’ કપિલ શર્માનું આ ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
વીડિયોમાં કપિલ એક મહિલા સાથે ડાન્સ પણ કરી રહ્યો છે. મહિલાએ એક ગોલ્ડન સાડી પહેરી રાખી છે. અને તે એક જૂની હિંદી ગીત ઓ મેરી જોહરા જબી પર ડાન્સ કરી રહી છે. સુનીલ પણ સ્ટેજ પર ગાતો નજર આવી રહ્યો છે. કપિલ કુમરીયાએ વીડિયો ટ્વીટ કર્યો છે અને લખ્યું છે @MikaSingh, @ KapilSharmaK9, @WhoSunilGroverનો આભાર માનવા માંગુ છું જેમણે વ્યક્તિગત રીતે દીકરી કનિકાકુમારીના લગ્નમાં આવી આશિર્વાદ આપ્યા. લવ યૂ માય બ્રધર.’
તમને જણાવીએ કે, કપિલ, સુનીલ અને મીકા સિંહ જે લગ્નમાં સામેલ થયા હતા તે કોર્પોરેટ એલાયન્સ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર કપિલ કુમારિયાની દીકરી કનિકાના લગ્ન હતા. આ લગ્નમાં કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર સિંગર મીકા સિંહની સાથે મસ્તી કરતાં જોવા મળ્યા હતા. આ વીડિયોને ખુદ કપિલ કુમારિયાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે અને કપિલ શર્માએ તેને રિટ્વીટ કરતાં તેના પર રિએક્ટ કર્યું છે.