કરણ જોહરે પ્રભાસને હિન્દી ફિલ્મ માટે કરી ઓફર, પ્રભાસની ફી સાંભળીને કરણ જોહરને આવી ગયો પસીનો...
થોડા સમય પહેલા જ પ્રભાસનો સાહોનો ફર્સ્ટ લૂક રીલીઝ થયો હતો. આ પોસ્ટરમાં તેના જાસૂસના લૂકના ખાસ્સા વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મની સ્ટોરી અંગે પણ ચાહકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. બાહુબલિની સફળતા પછી સાહો માટે પણ ચાહકોની અપેક્ષા વધી ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રોના જણાવ્યા મુજબ, “પ્રભાસે બાહુબલિ ફિલ્મમાં તેના પાંચ વર્ષ હોમી દીધા છે અને તે હવે તેની સફળતાનો પૂરેપૂરો ફાયદો ઊઠાવે તે યોગ્ય જ છે. પણ તે જે ફી માંગી રહ્યો છે તે ઘણી વધારે છે. તેલુગુ સિનેમામાં પ્રભાસને 20 કરોડ ફી મળે તે સમજી શકાય તેવી વાત છે પણ તે બોલિવુડમાં આટલી બધી ફીની અપેક્ષા રાખે તે યોગ્ય નથી. રજનીકાંત સહિત કોઈપણ સાઉથ ઈન્ડિયન એક્ટરનું હિન્દી સિનેમામાં એટલું ક્લાઉટ નથી. પ્રભાસે ફી વધારીને તેના માટે બોલિવુડના દરવાજા બંધ કરી દીધા છે.”
બાહુબલિની સફળતા પછી પ્રભાસે તેની ફીમાં અનેકગણો વધારો કરી દીધો છે. કરણે જ્યારે પ્રભાસને હિન્દી ફિલ્મ ઑફર કરી ત્યારે પ્રભાસે એ ફિલ્મ કરવા માટે 20 કરોડ રૂપિયા માંગ્યા. સૂત્રોના જણાવ્યા મુજબ, “બાહુબલિ અને તેની સિક્વલ પછી કરણને ઈચ્છા હતી કે તે પ્રભાસને હિન્દી સિનેમામાં લોન્ચ કરે. પણ પ્રભાસની ફી જોતા કરણે પ્રભાસને લેવાનો વિચાર પડતો મૂક્યો છે.”
મુંબઈઃ બાહુબલી એક્ટર પ્રભાસે હાલમાં સૌથી મોંઘા એક્ટર્સની યાદીમાં સામેલ છે. હાલમાં તેનો એક દાખલો પણ જોવા મળ્યો જ્યારે બોલીવુડની એક ફિલ્મ માટે કરણ જૌહર સામે પ્રભાસે તગડી રકમની માગ કરી. ફીસ આપવામાં અમસર્થ હોય કરણ જૌહરે પ્રભાસને પડતો મૂકવાનો નિર્ણય કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -