રાહુલ ગાંધી 1 નવેમ્બરે ફરી આવશે ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં આચારસંહિતા લાગૂ કરી દેવામાં આવી છે. દરેક પક્ષો મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે સભાઓ અને રેલી કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતમાં યોજાનાર નવસર્જન યાત્રામાં ભાગ લેવા માટે 1 નવેમ્બરે સુરત એરપોર્ટ ખાતે આવશે. નવસર્જન યાત્રા સુરત, ભરૂચ, તાપી નવસારી, વલસાડ, અને નવસારી જિલ્લામાંથી પસાર થવાની છે. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી હાજરી આપશે. નવસર્જન યાત્રા જ્યાંથી પસાર થવાની છે. એવા પ્રત્યક્ષ રીતે 18 અને પરોક્ષ રીતે 36 વિધાનસભાને આવરી લે છે.
એવું કહેવામાં આવે છે કે સુરતમાં રાહુલ ગાંધી કાપડ અને હિરાના વેપારીઓ સાથે તેમને રૂબરૂ મળીને પડતર મુદ્દાઓ ઉપર વાતચીત કરશે. અને તેમની સમસ્યાઓ અને મુશ્કેલીઓ જાણીને હલ કરવાની કોશિશ કરશે. આ સિવાય રાહુલ અગાઉના બે પ્રવાસની જેમ અલગ અલગ વર્ગના લોકો સાથે સંવાદ પણ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -