✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કરણ જોહરે ગે હોવા અંગે, શાહરૂખ સાથેના સંબંધોને લઈને કહી આવી વાત, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Jan 2017 05:36 PM (IST)
1

મુંબઈ: બોલીવુડના ફેમસ પ્રોડ્યુસર-ડાયરેક્ટર અને લેખક કરણ જોહર ઈંડસ્ટ્રીમાં સ્ટાર્સ સાથે તેમની મિત્રતા માટે જાણીતા છે. તેમની ફિલ્મો સિવાય પણ અલગ-અલગ કારણોથી તે ચર્ચામાં રહેતા હોય છે. કરણ જોહરને તેમના જાતિય અભિગમ (Sexual orientation) અંગે ઘણી વાર જાહેરમાં પણ પ્રશ્નો અથવાતો ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો છે. એક સમયે કરણ જોહર અને શાહરૂખ ખાન અંગે પણ મીડિયા અને ઈંડસ્ટ્રીમાં અભાવજનક અફવાઓ પણ ફેલાવવામાં આવી હતી. જો કે કરણ જોહરે હંમેશા આ મામલે ગરિમાપૂર્ણ મૌન જાળવ્યું છે. અને કોઈ પ્રતિક્રિયા આપી નથી.

2

હવે કરણે તેની બાયોગ્રાફી ‘એન અનસ્યુટેબલ બોય’ ('An Unsuitable Boy’) કે જેને કરણ અને પૂનમ સક્સેનાએ સાથે લખી છે, તેમાં કરણે શાહરૂખ સાથેના સંબંધ અંગે ઉડેલી અફવાઓ તેના પર કેવી અસર કરી તે વિષે વાત કરી છે. તેમજ તેની જાતિય અભિગમ વિષે પણ વાત કરી છે.

3

એક ઈંટર્વ્યૂમાં મને પૂછવામાં આવ્યું હતું કે, ‘યે અનોખા રિશ્તા હૈ આપ કા,’ મને એવી રીતે આ સવાલ પૂછાયો હતો કે મને ગુસ્સો આવી ગયો, અને મેં તે વ્યક્તિને સામે પૂછ્યું કે, હું તમને પૂછું કે શું તમે તમારા ભાઈ સાથે સૂઈ જાઓ છો તો તમને કેવું લાગે? તેણે મને સામે પૂછ્યું, કે તમે કહેવા શું માગો છો? મે જવાબ આપ્યો કે, ‘તમે આવો સવાલ મને કરી જ કઈ રીતે શકો.’

4

ઉપરાંત કરણે તેની માતા હિરુ જોહર સાથે આ અંગે જે સમજણ છે તેની વાત કરતા પુસ્તકમાં કહ્યુ છે કે, 'એઆઈબી રોસ્ટ' નામના શોમાં કરણે પોતાના સેક્સ્યુલ ઓરિયેન્ટેશન અંગે ખૂબ વાતો કરી હતી. તેને લઈને કરણના દિલમાં અપરાધ બોધ નથી. તે કહે છે કે ''મેં જે કંઈ પણ કર્યું તે મારી મા સામે કર્યું.'' લોકો કરણને જેટલા સવાલ કરવા માગે છે, તેનાથી વધુ કરણ તેને સામા સવાલો કર્યા છે. કરણ સ્પષ્ટ કહ્યું છે કે, તેને પોતાના દેશ પર ગર્વ છે, તે પોતાના દેશની છબિને નુકસાન થયા એવું કોઈ કામ કરશે નહીં. સોશિયલ મીડિયા પર નિશાન બનાવતા લોકો જો તેની આ બાયોગ્રાફી વાંચશે તો તેને કરણને સમજવામાં વધુ સરળતા રહેશે.

5

બાયોગ્રાફીમાં લખ્યું છે કે, મારી લૈંગિકતા અંગે કોઈ વાત છુપી નથી. બધા આ વિષે જાણે છે, છતાં હું તેનો સ્વીકાર કરી શક્તો નથી. કેમકે આપણો કાયદો તેને ગુનો માને છે. મારા અને શાહરૂખના સંબંધો વિષે વર્ષોથી અફવાઓ ઉડે છે. હું આવતથી ઘણો વિચલિત થતો. કેમકે શાહરૂખ મારા માટે એક ફાધર ફિગર છે. તે મોટા ભાઈ જેવો છે. અને પછી આવો વાતોથી ઘણો વિચલીત થયો હતો અને મને ત્રાસ થતો હતો.

  • હોમ
  • મનોરંજન
  • કરણ જોહરે ગે હોવા અંગે, શાહરૂખ સાથેના સંબંધોને લઈને કહી આવી વાત, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.