મેડમ તુસાદ મ્યુઝિયમમાં કરન જોહરની એન્ટ્રી, સ્ટેચ્યૂ સાથે પડાવી સેલ્ફી, જુઓ તસવીરો
abpasmita.in | 04 Apr 2019 03:59 PM (IST)
નવી દિલ્હી: બોલીવૂડના ફિલ્મ મેકર કરન જોહરનું સિંગાપુરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં એન્ટ્રી થઈ છે. કરન જોહરનું વેક્સ સ્ટેચ્યૂ મેડમ તુસાદમાં લગાવવામાં આવ્યું છે. આ સ્ટેચ્યૂને જોઈને કરન જોહર ખૂબ જ ખુશ થઈ ગયો અને વેક્સ સ્ટેચ્યૂ સાથે તેણે સેલ્ફી પણ પડાવી હતી. કરન જોહર બોલીવૂડનો પ્રથમ ફિલ્મ મેકર બન્યો છે કે જેનું વેક્સનું સ્ટેચ્યૂ મેડમ તુસાદમાં લગાવવામાં આવ્યું છે. કરણ જોહરે તેની માતા હિરો જોહર અને સ્ટેચ્યૂ સાથે તસવીર લીધી હતી. જેમા તે પોઝ આપતો જોવા મળ્યો હતો. બોલિવૂડની આ એક્ટ્રેસે ભાજપના નેતાઓની ઉડાવી મજાક, પૂછ્યું- કઈ સીટથી ચૂંટણી લડી રહ્યા છે નેહરૂ.....