પીડિત યુવતીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, તે પોતાના મિત્રો દ્વારા કરણ વાહી અને મુંદ્રા નાગરના સંપર્કમાં આવી હતી. કરણ વાહી નવા મોડલની શોધમાં હતો. આ દરમિયાન કરણે મને તેના ઘરે બોલાવી હતી. જ્યાં તેણે પોતાના સાથી નાગરની સાથે મળીને મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
પીડિત યુવતીએ વધુમા જણાવ્યું હતું કે, ત્યાં મને કોલ્ડ્રિંક આપવામાં આવ્યુ હતુ. કોલ્ડ્રિંક પીતાની સાથે જ મેં મારૂ માનસિક સંતુલન ગુમાવી દીધું હતું અને બેભાન અવસ્થામાં પહોંચી ગઇ હતી. કોલ્ડ્રિંક્સમાં નશાની દવા હતી જેની મને જાણ ન હતી. આ સ્થિતિનો લાભ લઈને બંનેએ મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે હું હોશમાં આવી ત્યારે મારા એક મિત્રની મદદથી પોલીસ મથકે ગઈ અને મારી સાથે થયેલી તમામ ઘટના વિશે પોલીસને કહ્યું હતું.
પોલીસે ફરિયાદ દાખલ કરતા સમયસર CCTV ચેક કરાવ્યા જેમાં કરણ વાહી અને નાગરે કરેલી તમામ ઘટના CCTVમાં કેદ હતી. પોલીસે યુવતીને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવી. સાથે જ બંન્ને આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરાઈ. પોલીસનું કહેવું છે કે, મેડિકલ ચેકઅપમાં બળાત્કારની પૃષ્ટિ થઈ ગઈ છે અને બંન્ને આરોપીઓનો ગેંગરેપનો કેસ દાખલ કરીને તમામ કાર્યવાહી કરવામાં આવશે.