મુંબઈ: અક્ષય કુમાર અને કરીના કપૂર ખાનની ફિલ્મ ગુડ ન્યૂઝ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મ 24 દિવસમાં 200 કરોડ ક્લબમાં સામેલ થઈ છે. 27 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અક્ષય કુમારની ફિલ્મ ગુડ ન્યૂઝ. ડિરેક્ટર રાજ મહેતાની આ ફિલ્મ ચાહકોને ઘણી જ પસંદ આવી હતી.આ ફિલ્મમાં અક્ષય સિવાય કરીના કપૂર, કિઆરા અડવાણી તથા દિલજીત દોસાંજે છે.


અક્ષય કુમારની વર્ષ 2019ની સતત ત્રીજી ફિલ્મ છે જે 200 કરોડ ક્લબમાં સામેલ થઈ છે. અક્ષય-કરિનાની ગુડ ન્યૂઝે એ 24 દિવસમાં 201.14 કરોડની કમાણી કરી લીધી છે. આ પહેલાં તેની ફિલ્મ મિશન મંગલ અને હાઉસફુલ 4 200 કરોડ ક્લબમાં સામેલ થઈ હતી.


અક્ષય કુમારની આગામી ફિલ્મ લક્ષ્મી બોમ્બ, બચ્ચન પાંડે , સૂર્યવંશી ,પૃથ્વીરાજ ચૌહાણ છે. લક્ષ્મી બોમ્બ ફિલ્મમાં અક્ષય સાથે કિઆરા અડવાણી ફરીવાર જોવા મળશે.