મુંબઈઃ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના ઘરે નાના મહેમાનનું આગમન થવાનું છે. કરીના કપૂર પ્રેગ્નેંટ છે અને કપલે એક સત્તાવાર નિવેદન જાહેર કર્યુ છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમના ઘરે જલદી નવા મેમ્બરનું આગમન થવાનું છે. હાલ સોશિયલ મીડિયા પર હેશટેગ સૈફઅલીખાન ટ્રેન્ડ થઈ રહ્યું છે.
કરીના અને સૈફે જણાવ્યું કે, “અમારા ઘરમાં જલદી એક નવા સભ્યનો ઉમેરો થશે, જેની જાહેરાત કરતા મને ખુશી થાય છે. પ્યાર અને સમર્થન માટે અમારા તમામ શુભચિંતકોનો આભાર.” કપલ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનથી સ્પષ્ટ છે કે બાલિવૂડનું આ ચર્ચિત કપલ બીજા બાળકને આવકારવા આતુર છે.
અભિનેત્રી કરીના કપૂરે સોમવારે એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે, મંડે મેકઅપના મૂડમાં છું. તેણે તસવીરને કેપ્શન આપીને લખ્યું, ઉઠો અને મેકઅપ કરો. મંડે મૂડ, જેની હુંરાહ જોતી હતી.
કરીના કપૂર લાલ સિંહ ચડ્ઢામાં આમિર ખાન સાથે નજરે પડશે. આ ફિલ્મ હોલિવૂડ મૂવી ફોરેસ્ટ ગમ્પની હિન્દી રિમેક છે.
કરીના કપૂર ફરી બનશે માતા, શેર કર્યા ગુડ ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Aug 2020 06:41 PM (IST)
કરીના અને સૈફે જણાવ્યું કે, “અમારા ઘરમાં જલદી એક નવા સભ્યનો ઉમેરો થશે, જેની જાહેરાત કરતા મને ખુશી થાય છે. પ્યાર અને સમર્થન માટે અમારા તમામ શુભચિંતકોનો આભાર.”
- - - - - - - - - Advertisement - - - - - - - - -