નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. આ દરમિયાન રશિયાએ કોરોનાની રસી શોધી લીધી હોવાનો દાવો કર્યો છે પરંતુ વિશ્વનો કોઈ પણ દેશ દવા શોધી શકયા નથી. આ દરમિયાન કોરોના વાયરસને બજારમાં મળતા માઉથવોશના ઉપયોગથી નિષ્ક્રિય કરી શકાતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જર્નલ ઓફ ઈન્ફેકશંસ ડિઝીઝમાં પ્રકાશિત રિસર્ચ પ્રમાણે, માઉથવોશથી કોગળા કરવાથી મોં અને ગળામાં રહેલા વાયરલ કણ ઘટી શકે છે. થોડા સમય માટે કોવિડ-19ના પ્રસારનું જોખમ ઓછું કરી શકે છે. રિસર્ચમાં એમ પણ ચેતવણી આપવામાં આવી છે કે માઉથવોશ કોરોના સંક્રમણની સારવાર માટે ઉપયોગી નથી અને તે કોરોના વાયરસના સંક્રમણથી બચાવતું પણ નથી. રિસર્ચકર્તાએ કહ્યું, કોગળા કરવાથી લાળમાં વાયરસના કણ ઘટે છે અને તેનાથી સાર્સ-સીઓવી-2નો પ્રસાર પણ ઘટી શકે છે.
જર્મનીની રુહ યુનિવર્સિટી બોચમના રિસર્ચકર્તાએ કહ્યું, કોવિડ-19ના કેટલાક દર્દીના ગળા અને મોંમાં વાયરસના કણ કે વાયરલ લોડનું પ્રમાણ મોટી માત્રમાં જોવા મળી શકે છે. રિસર્ચનું પરિણામ સંક્રમણનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે અને શક્યતઃ દંત ચિકિત્સા માટે પ્રોટોકોલ વિકસિત કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી 23 લાખ 29 હજાર 638 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાંથી 46,091 લોકોનાં મૃત્યુ થઈ ગયું છે, જ્યારે 16 લાખ 39 હજાર લોકો સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 60,963 નવા કેસ સામે આવ્યા છે અને 834 લોકોના મોત થયા છે.
IPL 2020: UAE રવાના થતા પહેલા જ રાજસ્થાન રોયલ્સ સુધી પહોંચ્યો કોરોના, ફિલ્ડિંગ કોચ સંક્રમિત
માઉથવોશથી કોગળા કરવાથી ઘટી શકે છે કોરોનાનો ખતરો ? રિસર્ચમાં શું કરવામાં આવ્યો દાવો ? જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Aug 2020 04:07 PM (IST)
જર્નલ ઓફ ઈન્ફેકશંસ ડિઝીઝમાં પ્રકાશિત રિસર્ચ પ્રમાણે, માઉથવોશથી કોગળા કરવાથી મોં અને ગળામાં રહેલા વાયરલ કણ ઘટી શકે છે. થોડા સમય માટે કોવિડ-19ના પ્રસારનું જોખમ ઓછું કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -