મુંબઈઃ કરીના કપૂર ખાનનો લોકપ્રિય રેડિયો શો વોટ વીમેન વોન્ટમાં કરીના મોટેભાગે બોલિવૂડ સેલેબ્સની સાથે અનેક મુદ્દાઓ પર વાત કરે છે. કરીનાએ પોતાના લેટેસ્ટ એપિસોડમાં મોર્ડન રિલેશનશિપ્સ વિશે સારા અલી ખાન સાથે વાત કરી. કરીનાએ સારાને પૂછ્યું કે, શું તેણે ક્યારેય મોટી મેસેજ મોકલ્યા છે? કરીનાએ સાથે જ હસતા એ પણ કહ્યું કે, હું તેના વિશે જાણવા નથી માગતી અને આશા છે કે તારા પિતાએ આ જોયું ન હોય. સારાએ આ સવાલનો જવાબ શર્માતા હામાં આપ્યો. જમાવીએ કે, સારા સૈફ અલી ખાનની દીકરી છે. સૈફે કરીના પહેલા અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા.



કરીનાએ આ ઉપરાંત બીજો સવાલ પણ કર્યો કે શું તે વન નાઈટ સ્ટેન્ડમાં સામેલ થઈ છે? કરીનાએ એ પણ કહ્યં કે, આપણે એક મોડર્ન પરિવારનો ભાગ છીએ. જેના જવાબમાં સારાએ કહ્યું કે, એવું ક્યારેય નથી થયું. તેના પર કરીનાએ રાહતનો શ્વાસ લીધો. સારાએ એ પણ કહ્યું કે, તેણે પોતાની રિલશનશિપ્સમાં ક્યારેય ચીટ નથી કર્યું અને તે ક્યારેય પોતાના પાર્ટનરનો ફોન ચેક નથી કરતી.

કરીનાના કો-સ્ટાર્સ વિશેના સવાલના જવાબમાં સારાએ કહ્યું કે, તેના ચારેય કો-સ્ટાર્સ સુશાંત સિંહ રાજપૂત, કાર્તિક આર્યન, રણવીર સિંહ અને વરુણ ધવન સાથે તેના ખૂબ સારા સંબંધો છે.


વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન ઈમ્તિયાઝ અલી નિર્દેશિત ફિલ્મ ‘લવ આજકલ 2’માં કાર્તિક આર્યનની સાથે જોવા મળશે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રીલિઝ થઈ રહી છે. આ ઉપરાંત તે વરુણ ધવન સાથે ‘કુલી નંબર 1’ની રીમેકમાં જોવા મળશે. આની સાથે સારા આનંદ એલ રાયની ફિલ્મ ‘અતરંગી રે’નો પણ ભાગ છે. આમાં તે અક્ષય કુમાર અને ધનુષ સાથે જોવા મળશે.