બિહારઃ કન્હૈયા કુમારના કાફલા પર ફરી પથ્થરમારો, કોઇ ઇજાગ્રસ્ત નહી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Feb 2020 11:46 PM (IST)
છેલ્લા 24 કલાકમાં કન્હૈયા કુમારના કાફલા પર બીજીવાર પથ્થરમારો કરવામાં આવ્યો છે
નવી દિલ્હીઃ બિહારના મધેપુરા જિલ્લા પાસે ગુરુવારે સીપીઆઇ નેતા અને જેએનયૂ વિદ્યાર્થી સંગઠનના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નહોતી. છેલ્લા 24 કલાકમાં કન્હૈયા કુમારના કાફલા પર બીજીવાર પથ્થરમારો કરવામાં આવ્યો છે. એક દિવસ અગાઉ જ કન્હૈયા કુમારના કાફલા પર સુપૌલમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સીપીઆઇના રાજ્ય સચિવ સત્યનારાયણ સિંહે પટનામાં એક નિવેદન જાહેર કરી આ ઘટનાની નિંદા કરી હતી અને હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ હુમલો આરએસએસ અને ભાજપ સમર્થિત લોકોએ કરાવ્યો છે. જો સરકાર તરત પગલા નહી ભરે તો અમે આંદોલન કરવા મજબૂર થઇશું. સીએએ અને એનસીઆરના વિરોધમાં રાજ્યવ્યાપી યાત્રા કરી રહેલા કન્હૈયા કુમારના કાફલા પર એક ફેબ્રુઆરીના રોજ હુમલો કરવામાં આવ્યો હતો.