જેમાં એક ટ્વિટમાં લખ્યુ હતું કે, જેટલા ધનિક લોકો તેટલા ઓછા કપડાં. કરીનાએ આ ટ્રોલનો મજાકમાં જવાબ આપતાં કહ્યું કે, અમે લોકો પૈસા બચાવીએ છીએ. જેના પર અરબાઝે કહ્યું કે, કદાચ આ કારણે જ તમે ધનિક છો. તેના પર કરીના ફરી એક વખત મજાકમાં કહ્યું કે, અમે અન્ય ચીજો પર ખર્ચો કરીએ છીએ પરંતુ કપડાં પર નથી કરતા.
કરીનાએ શો દરમિયાન તેના દીકરાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે, તૈમૂરને લઈ મીડિયામાં જે પ્રકારે હાઇપ છે તેનાથી બચવું જોઈએ. તે હજુ 2 વર્ષનો છે અને આ હિસાબે મીડિયા તેને મહત્વ આપે છે તે ઠીક નથી. તેની દરેક હરકત પર નજર રાખવી કોઇ પણ રીતે યોગ્ય નથી.
કરીના હાલ અક્ષય કુમાર સાથે ફિલ્મ ગૂડ ન્યૂઝમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં દિલજીત દોસાંજ અને કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે.
લોકસભા ચૂંટણી 2019 કોંગ્રેસ જાહેર કર્યું ચોથું લિસ્ટ, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
ધોની સાથે સરખામણીને લઈ રિષભ પંતે શું કહ્યું ? જાણો વિગત