કરિના કપૂરે કહ્યું હું સૈફ અલી ખાનની પત્ની જરૂર છું, પણ તેમના બાળકોની માતા નથી, જાણો કેમ આપ્યુ આવુ ચોંકાવનારુ સ્ટેટમેન્ટ
ઉલ્લેખનીય છે કે, સારા અલી ખાન સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહની દીકરી છે, અને અમૃતા સિંહ સાથે કરિના કપૂરને પણ સારી બૉન્ડિંગ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇઃ સૈફ અલી ખાનની પત્ની કરિના કપૂર ખાને હવે એક એવુ નિવેદન આપ્યુ છે જેને સાંભળીને ફેન્સ પણ ચોંકી ગયા છે. કરિનાનું કહેવુ છે કે હું માત્ર સૈફ અલી ખાનની પત્ની છુ પણ તેમના બાળકોની માતા નથી.
કરીના કપૂર કહ્યું કે, 'મે હંમેશા સૈફને કહ્યું છે કે સારા-ઇબ્રાહિમ અને હું માત્ર સારા મિત્રો બની શકીએ છીએ. હું ક્યારેય તેમની મા નથી બની શકતી, તેમની પાસે પહેલાથી એક સુંદર માતા છે. જેને તેમને ખુબ પ્રેમ અને સારી રીતે પાળ્યા છે. હું માત્ર તેમની મિત્ર છું. હું તેમને બહુ જ પ્રેમ કરુ છું, અને જ્યારે તેમને મારી મદદ કે સલાહની જરૂર હશે ત્યાં હુ આપતી રહીશ.'
કરિનાનુ આ નિવેદન હાલમાં પોતાની આપકમિંગ ફિલ્મ કેદારનાથના પ્રમૉશનમાં વ્યસ્ત સારા અલી ખાનને લઇને આવ્યુ છે. કરિનાએ સારા અલી ખાન અને તેના ભાઇ ઇબ્રાહિમને લઇને આ વાત કહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -