માલદીવમાં પિંક બિકિનીમાં જોવા મળી કરીના કપૂર, પરિવાર સાથે ગાળી રહી છે રજા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Sep 2018 03:05 PM (IST)
1
થોડા સપ્તાહ પહેલા કરીના અને સૈફની એક સુંદર તસવીર પણ સામે આવી હતી, જેમાં આ કપલ વોટર બોટ કે શિપ પર બેઠેલું નજરે પડ્યું હતું.
2
નવી દિલ્હીઃ કરીના કપૂર અને સૈફ અલી ખાન માલદીવમાં પુત્ર તૈમુર સાથે રજા ગાળવા પહોંચ્યા છે. તેમની સાથે સોહા અલી ખાન અને તેનો હસબન્ડ કુનાલ ખેમૂ પણ પુત્રી સાથે આવ્યા છે.
3
કપૂર પરિવાર માલદીવમાં રજાનો આનંદ ઉઠાવી રહ્યું છે અને મસ્તી પણ કરી રહ્યું છે. સોહા અલી ખાને અહીંથી કેટલીક તસવીરો શેર કરી છે.
4
સોહા અલી ખાને તસવીર શેર કરી છે જેમાં તૈમૂર અને ઈનાયા બંને કલર કરતા જોવા મળી રહ્યા છે. તૈમૂર સાથે માતા કરીના બેઠી છે તો ઈનાયા સાથે તેના પપ્પા કુનાલ ખેમૂ બેઠેલા છે.
5
આ ઉપરાંત એક તસવીર પણ સોહાએ શેર કરી છે. જેમાં તમામ સ્ટાર સ્વિમિંગ પૂલમાં નજરે પડી રહ્યા છે. તેમાં કરીના કપૂર પિંક બિકિનીમાં જોવા મળી રહી છે.