એશિયન ગેમ્સમાં ભારતને આ 15 સુપરસ્ટાર્સે અપાવ્યા ગૉલ્ડ મેડલ, જાણો કઇ રમતમાં કોને મળ્યું મેડલ
કુસ્તીમાં બે ગૉલ્ડઃ- બજરંગ પુનિયા (મેન્સ 65 કિલો વજન વર્ગ), વિનેશ ફોગાટ (વિમેન્સ 50 કિલો વજન વર્ગ).
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટેનિસમાં એક ગૉલ્ડઃ- રોહન બોપન્ના અને દિવિજ શરન (મેન્સ ડબલ). બ્રિજમાં એક ગૉલ્ડઃ- પ્રવણ બર્ધન અને શિવનાથ સરકાર (મેન્સ પેર ઇવેન્ટ).
રૉવિંગમાં એક ગૉલ્ડ મેડલઃ- સરવન સિંઘ, દત્તુ ભોકનલ, ઓમ પ્રકાશ અને સુખમીત સિંઘ (મેન્સ ક્વૉડુપલ સ્કલ્સ). બૉક્સિંગમાં એક ગૉલ્ડઃ- અમિત ફાંગલ (મેન્સ 49 કિલો વજન વર્ગ).
શૂટિંગ બે ગૉલ્ડઃ- સૌરભ ચૌધરી (મેન્સ 100 મીટર એર પિસ્તોલ), રાહી સર્નોબત (વિેમેન્સ 25 મીટર પિસ્તોલ).
એથલેટિક્સમાં સાત ગૉલ્ડ મેડલઃ- તેજિન્દરપાલ સિંઘ તૂર (ગોળા ફેંક), નિરજ ચોપડા (જેવલીન થ્રો), મનજીત સિંઘ (મેન્સ 800 મીટર દોડ), અરપિન્દર સિંઘ (મેન્સ ટ્રિપલ જમ્પ), સ્વપ્ના બર્મન (વિમેન્સ હેપ્ટાથ્લોન), જિન્સન જોન્સન (મેન્સ 1,500 મીટર), સરિતા ગાયકવાડ, એમ.આર. પૂવમ્મા, હિમા દાસ અને વિસ્મયા (મહિલાઓની 4*400 મીટર રિલે).
નવી દિલ્હીઃ જકાર્તામાં આયોજિત 18મી એશિયન ગેમ્સનું સમાપન ક્લૉઝિંગ સેરેમનીની સાથે થઇ ગયું છે. આ વખતે એશિયન ગેમ્સમાં લગભગ 11 હજાર ખેલાડીઓએ ભાગ લીધો હતો અને તેનું આયોજન ખુબ સફળ રીતે થયું. આ વખતે પૉઇન્ટ ટેબલમાં નંબર એક પર રહીને ચીને (132 ગોલ્ડ સહિત કુલ 289 મેડલ) સાથે બાજી મારી, તો સાથે ભારતે પણ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં 15 ગૉલ્ડ સહિત કુલ 69 મેડલ જીતીને આઠમા નંબરનું સ્થાન હાંસલ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -