બોલીવુડની આ હોટ એક્ટ્રેસ રાહુલ ગાંધીને કરવા માંગતી હતી ‘ડેટ’, જાણો વિગત
નવી દિલ્હીઃ ગાંધી અને કપૂર પરિવારના સંબંધો જગજાહેર છે. તાજેતરમાં જ કપૂર પરિવાર અને ગાંધી પરિવારને નજીકથી ઓળખતાં પત્રકાર રાશીદ કિડવાઇએ તેમના પુસ્તક ‘નેતા અભિનેતાઃ બોલીવુડ સ્ટાર પાવર ઈન ઈન્ડિયન પોલિટિક્સ’માં અનેક મોટા ખુલાસા કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે 2009માં કરીને તેના નિવેદનથી પલટી ગઈ અને જ્યારે તેને રાહુલ અંગે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું કે, આ ઘણી જૂની વાત છે. અમારા બંનેની સરનેમ જાણીતી હોવાથી મેં આમ કહ્યું હતું. હું તેમને વડાપ્રધાન તરીકે જોવા માંગીશ પરંતુ તેને ‘ડેટ’ કરવા નથી માંગતી.
કરીનાનું નામ સૌથી પહેલા શાહીદ કપૂર સાથે ચર્ચાયું હતું. પરંતુ તેણે ઓક્ટોબર, 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા હતા. હાલ તેને તૈમૂર નામનો એક દીકરો પણ છે.
સિમી ગેરેવાલના ચેટ શોમાં જ્યારે કરીના કપૂરને પૂછવામાં આવ્યું હતું કે, તમે જેની સાથે ડેટ કરવા માગંતા હો તેવા વ્યક્તિનું નામ જણાવો. જેના જવાબમાં કરીનાએ કહ્યું કે, “કહીં દઉ ? મારે ન કહેવું જોઈએ... આ વિવાદિત છે... રાહુલ ગાંધી.... મને તેને જાણવા-સમજવામાં કોઈ મુશ્કેલી નથી. મેં તેની તસવીરો જોઈ છે. હું ફિલ્મી પરિવારમાંથી આવું છું. તે રાજકીય પરિવારમાંથી આવે છે. તેથી કદાચ અમારા વચ્ચે વાત બની શકે છે.”
રિપોર્ટ મુજબ તેમણે પુસ્તકમાં લખ્યું છે કે, રાજ કપૂરની પૌત્રી અને બોલીવુડની જાણીતી એક્ટ્રેસ કરીના કપૂરે 2002માં રાહુલ ગાંધીને તેની પ્રથમ પસંદ ગણાવી હતી. તેમણે એમ પણ લખ્યું કે, રાહુલ પણ કરીનાની ફિલ્મો ‘ફર્સ્ટ ડે, ફર્સ્ટ શો’ જોતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -