સની લિયોન કેવી રીતે બની પોર્ન સ્ટાર ? બાયોપિકમાં અનેક રહસ્યો પરથી ઉઠશે પડદો
2008માં સનીના માતા અને 2010માં કેન્સરના કારણે પિતાનું મોત થયું. 2011માં સનીએ ડેનિયલ વેબર સાથે લગ્ન કર્યાં. The Disparrows મ્યૂઝિકલ રોક બેન્ડના લીડ ગિટારિસ્ટ ડેનિયલ સનીના મેનેજર પણ છે. ડેનિયલના માતા-પિતા અમેરિકામાં રહે છે. મોટાભાગે સની પોતાના સાસુ-સસરાની પાસે વેકેશન મનાવવા જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસની અને ડેનિયલે 2017માં એક દીકરી દત્તક લીધી હતી અને 2018માં તે સરોગસી દ્વારા જોડિયા બાળકોના માતા-પિતા બન્યાં હતા.
પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવતાં પહેલાં સનીએ એક જર્મન બેકરી અને ટેક્સ એન્ડ રિટારયમેન્ટ ફર્મમાં કામ કર્યું હતું. સનીએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. તેના પછી 2003માં સનીએ એક એન્ટરટેઇનમેન્ટ કંપની સાથે 3 વર્ષનો કોન્ટ્રેક્ટ કરી હાર્ડકોર પોર્નોગ્રાફીની દુનિયામાં પગલું ભર્યું.
સનીને જ્યારે એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે શું તેણે 16 વર્ષની ઉંમરમાં વર્જિનિટી ગુમાવી હતી? ત્યારે તેણે કહ્યું જી હાં, તે યુવક હાઈ સ્કૂલમાં બાસ્કેટબોલ રમતો હતો. તેની ઉંમર મારા જેટલી જ હતી. અમે એકબીજાને પસંદ કરતાં હતાં. મેં 16 વર્ષે વર્જિનિટી ગુમાવી, કેમ કે હું એવું કરવા માંગતી હતી. મેં જે કર્યું તેનાથી મને કોઇ અફસોસ નથી.
સનીએ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પહેલું પગલું 19 વર્ષની ઉંમરમાં રાખ્યું. તેણે સૌથી પહેલાં એક લેસ્બિયન પરફોર્મન્સ આપ્યું હતું. તેણે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવવાનો નિર્ણય પોતાની મરજીથી લીધો હતો. પરંતું જ્યારે તેના વિશે તેણે માતા-પિતાને જણાવ્યું ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થયાં.
સનીએ 40થી વધારે એડલ્ટ ફિલ્મોમાં એક્ટ્રેસ તરીકે કામ કર્યું, જ્યારે 25 ફિલ્મોનું ડાયરેક્શન કર્યું છે.
સની લિયોન ભારતીય મૂળની પહેલી પોર્ન સ્ટાર છે, જેણે 2012માં 'જિસ્મ 2' દ્વારા મેનસ્ટ્રીમ બોલિવૂડ ફિલ્મોમાં જગ્યા બનાવી. તેના પહેલાં કોઇપણ પોર્ન સ્ટાર આવું કરી શકી નથી. આ સિવાય સની ઘણી બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. ઉપરાંત ટીવી શો સ્પીલિસ્ટવીલની સાતમી અને આઠમી સીઝન પણ હોસ્ટ કરી ચૂકી છે. ગત વર્ષે તેની છેલ્લી ફિલ્મ રિલીઝ થઈ હતી.
સનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે હું કેનેડાથી અહીં કેમ આવી? કેમ મેં પોતાનું નામ સની પસંદ કર્યું? મારું જીવન કેવું હતું? સની પાછળ છુપાયેલી એક મહિલા અને કરનજીતથી સની સુધીની લાઇફ વિશે જલ્દી જ મારી બાયોપિકમાં જાણશો.
સનીનો જન્મ 1981માં સર્નિયા ઓંટારિયો, કેનેડામાં પંજાબી સિખ પરિવારમાં થયો હતો. જ્યારે તે 11 વર્ષની હતી ત્યારે પરિવારની સાથે યૂએસ શિફ્ટ થઇ ગઇ. તેના પિતા એન્જીનિયર હતાં, જ્યારે માતા હાઉસવાઇફ. તેનો એક ભાઇ પણ છે, જેનું નામ સંદીપ સિંહ વોહરા છે અને તે અમેરિકામાં શેફનું કામ કરે છે.
મુંબઈઃ પોર્ન સ્ટારથી બોલિવૂડ એક્ટ્રેસ બનેલી સની લિયોનની લાઇફ પર બાયોપિક બનવા જઇ રહી છે. ઈન્ડો-કેનેડિયન બ્યૂટી સની લિયોનનું અસલી નામ કરણજીત કૌર છે અને તેના નામ પરથી બાયોપિકનું નામ ‘કરણજીત’ રાખવામાં આવ્યું છે. સનીની બાયોપિક ZEE5 પર પ્રસારિત થશે. તેણે આ અંગેની જાહેરાત સોશિયલ મીડિયા પર કરતાં લખ્યું કે, મારા માટે આ ગર્વની વાત છે. મને ઘણી ખુશી થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -