52 વર્ષે ત્રીજી વખત બાપ બનશે બોલીવુડની હોટ એક્ટ્રેસનો એક્સ હસબન્ડ, કરી ચુક્યો છે ત્રણ લગ્ન, જાણો વિગત
સંજય સાથે છૂટાછેડા બાદ કરિશ્માનું નામ બિઝનેસમેન સંદીપ તોશનીવાલ સાથે જોડાયું હતું. સંદીપે બે વર્ષ પહેલા છૂટાછેડા લીધા હતા. જે બાદ બંને પરણી જશે તેમ કહેવાતું હતું પરંતુ આખરે અફવા સાબિત થઈ.
સંજય કપૂર 52 વર્ષની વયે ત્રીજી વખત બાપ બનવા જઈ રહ્યો છે. સંજય કપૂર અને કરિશ્મા કપૂરને એક દીકરી સમાયરા અને એક દીકરો કિયાન છે. આ બંને બાળકોની કસ્ટડી કરિશ્મા પાસે છે. ઘણી વખત સંજ્ય બંને બાળકો સાથે સમય ગાળતો જોવા મળે છે. કરિશ્મા પહેલા સંજયે ડિઝાઇનર નંદિતા મહતની સાથે લગ્ન કર્યા હતા પરંતુ 2 વર્ષ બાદ 2003માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.
42 વર્ષીય પ્રિયા બીજી વખત મા બનાવા જઈ રહી છે. પ્રિયાએ સંજય પહેલા હોટલ બિઝનેસમેન વિક્રમ ચટવાલ સાથે લગ્ન કર્યા હતા. વિક્રમ અને પ્રિયાની એક દીકરી છે. પિંકવિલાના રિપોર્ટ મુજબ પ્રિયા ડિસેમ્બરમાં બાળકને જન્મ આપી શકે છે.
જે બાદ સંજયે ગત વર્ષે તેની ગર્લફ્રેન્ડ પ્રિયા સચદેવ સાથે લગ્ન કરી લીધા હતા. હવે સંજય ફરીથી બાપ બનવાની તૈયારી કરી રહ્યો છે. અહેવાલ મુજબ પ્રિયા સચદેવ પ્રેગનેન્ટ છે. થોડા સમય પહેલા જ પ્રિય અને સંજયે તેમની ફર્સ્ટ મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી.
મુંબઈઃ બોલીવુડના શો મેન કહેવાતા રાજકપૂરના પત્ની કૃષ્ણા રાજકપૂરનું તાજેતરમાં જ અવસાન થયું છે. કરિશ્મા કપૂરને તેની દાદીના અવસાનના બે દિવસ બાદ કરિશ્માના એક્સ હસબન્ડ સંજય કપૂરને લઈ એક મોટા અહેવાલ સામે આવ્યા છે. સંજય અને કરિશ્માએ 2016માં છૂટાછેડા લઈ તેમના 13 વર્ષના લગ્ન જીવનનો અંત લાવ્યા હતા.