IPL હોસ્ટ કરી ચૂકેલી એક્ટ્રેસ કરિશ્મા પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં
abpasmita.in | 19 Jul 2019 09:06 PM (IST)
કરિશ્મા આઈપીએલની છઠ્ઠી સીઝન હોસ્ટ કરી ચૂકી છે. કરિશ્મા ટીવી રિયાલિટી શો બિગ બોસ સીઝન 6માં પણ જોવા મળી હતી.
મુંબઈ: મોડલ, અભિનેત્રી અને આઈપીએલ હોસ્ટ કરિશ્મા કોટક ભારતીય ફેન્સ માટે જાણીતી છે. કરિશ્મા આઈપીએલની છઠ્ઠી સીઝન હોસ્ટ કરી ચૂકી છે. કરિશ્મા ટીવી રિયાલિટી શો બિગ બોસ સીઝન 6માં પણ જોવા મળી હતી. કરિશ્મા 2012માં આઈપીએલની છઠ્ઠી સીઝનમાં ભાગ લીધો હતો. કરિશ્મા તેની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં છે. કરિશ્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. કરિશ્મા ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. તેના ફેન્સને પણ કરિશ્માની તસવીરો ખૂબ પસંદ પડે છે. પોતાની હોટ તસવીરોના કારણે કરિશ્મા ચર્ચામાં રહે છે. કરિશ્માએ આ પહેલા પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમા તે ખૂબજ બોલ્ડ અંદાજમાં પૂલમાં ડુબકી લગાવતી જોવા મળી હતી. આ તસવીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. કરિશ્માના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફેન્સ છે. કરિશ્માએ એકસ્ટ્રા ઈનિંગ ટી20 શો હોસ્ટ કર્યો હતો. આ શોમાં રોશેલ મારિયા રાવ, સમીર કોચર અને ગૌરવ કપૂર પણ તેની સાથે હોસ્ટ તરીકે જોવા મળ્યા હતા.