કરિશ્મા તન્નાએ નાગિન-3નો પ્રોમો કર્યો શૂટ, જુઓ તસવીરો
પ્રોમો શૂટ દરમિયાન કરિશ્માનો નાગિન લૂક જોરદાર લાગી રહ્યો છે. ડસ્કી મેકઅપ અને સ્મોકી આઈ મેકઅપ સાથે ટ્રાઇબલ જ્વેલરીનો બ્લેડ શાનદાર દેખાઈ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરિશ્મા તન્નાએ આ શોના પ્રોમો શૂટિંગનો વીડિયો અને તસવીરો ફેન સાથે શેર કરી છે. તેણે શૂટિંગ લોકેશન્સની અનેક તસવીરો પણ પોસ્ટ કરી છે.
આ તસવીરોમાં ફરી એક વખત નાગિનમાં નજરે પડનારા વિરાને મંદિર અને હવેલીનો કોન્સેપ્ટ દેખાઈ રહ્યો છે.
મુંબઈઃ ટીવીના જાણીતા શો નાગિનની ત્રીજી સીરિઝ ટૂંક સમયમાં રજૂ થવાની છે. આ વખતે નાગિનની નવી સીઝનમાં જૂની કાસ્ટ નહીં પરંતુ ફ્રેશ કાસ્ટ નજરે પડશે. નાગિનના લીડ રોલમાં આ વખતે મૌની રોયના બદલ બિગ બોસની પૂર્વ સ્પર્ધક કરિશ્મા તન્નાની પસંદગી કરવામાં આવી છે.
નાગિન 3ના પ્રોમો માટે કરિશ્માએ મોડી રાત સુધી શૂટિંગ કર્યું હતું. કરિશ્માનો નાગિન અવતાર પણ મૌનીના નાગિન લુકને ટક્કર આપવા જેવો જ લાગી રહ્યો છે.
નાગિન 3માં કરિશ્મા તન્ના ઉપરાંત ‘યે હૈ મોહબ્બતે’ ફેમ એક્ટ્રેસ અનીતા હસનંદાની પણ નજરે પડશે.
ફેન્સ જૂની નાગિનને એટલેકે મૌની રોયને ફરીથી આ સીઝનમાં જોવા માંગતા હતા. પરંતુ હવે મૌની બોલીવુડમાં એક્ટિવ થઈ હોવાથી તેના સ્થાને કરિશ્મા તન્નાની પસંદગી કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -