કરણી સેનાનો યૂ ટર્ન! ‘પદ્માવત’ ફિલ્મના વખાણ કરતો પત્ર થયો વાયરલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવીએ કે, ફિલ્મ રિલીઝ થયાના થોડા જ દિવસોમાં 150 કરોડનો આંકડો પાર કરી ગઈ છે. ફિલ્મને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જોકે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા સહિત એવા અનેક રાજ્ય છે જ્યાં થિયેટરોમાં વિરોધ પ્રદર્શન અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફિલ્મ રિલીઝ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ 25 જાન્યુઆરીએ રિલીઝ થયેલ ફિલ્મ પદ્માવત બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. સતત થઈ રહેલ વિરોધની વચ્ચે પણ ફિલ્મને દર્શકો તરફતી સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે. ફિલ્મ રિલીઝ થયા પહેલા તેનો વિરોધ કરી રહેલ કરણી સેનાનો એક પત્ર વાયરલ થયો છે જેમાં ફિલ્મ વિરોધ ન કરવાનું કહેવામાં આવ્યું છે.
અમે આ ફિલ્મથી પૂર્ણ રીતે સંતુષ્ટ છીએ. માટે અમે અમારું આંદોલન/વિરોધ કોઈપણ શરત વગર પાછુ ખેંચીએ છીએ. તમને આશ્વાસન આપીએ છીએ કે અમે આ ફિલ્મને રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને ભારતના તમામ થિયેટરોમાં પ્રદર્શિત કરવામાં તમારી અને ફિલ્મ વિતરોકની મદદ કરીશું.
આ ફિલ્મમાં રાણી પદ્માવતી અને અલાઉદ્દીનની વચ્ચે કોઈપણ સીન નથી. આ ફિલ્મમાં કંઈ એવું નથી જે રાજપૂત સમાજનો ઈતિહાસ અને ભાવનાઓને નુકસાન પહોંચાડે.
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના- મહારાષ્ટ્રના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ યોગેન્દ્ર સિંહ કટારાનો એક પત્ર વાયરલ થયો છે જેમાં તમણે લખ્યું છે કે, 2 ફેબ્રુઆરીએ પદ્માવત જોઈ જેમાં રાજપૂતોની વીરતા અને ત્યાગનું ખૂબ જ સુંદર રીતે ચિત્રણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ રાણી પદ્માવતીની મહાનતાને સમર્પિત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -